________________
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ ,
જે રજોહરણની ખાણ* શ્રી રાવણ તો પોતે એમ જ માનતા કે આ પૃથ્વીમાં હું એક જ છું મારી આગળ કોઈની પ્રશંસા હોવી ઘટે નહિ. હા, સેવક તરીકે, ખંડિયા રાજા તરીકે પ્રશંસા ભલે હોય, પણ સ્વતંત્ર રાજા તરીકે પ્રશંસા હોવી ઘટે નહિ એક આકાશમાં બે સૂર્ય ન હોય. એક સૂર્ય હોય ત્યાં બીજો ન હોય. એક મ્યાનમાં બે તલવાર ન હોય. આથી સૂર્યની જેમ અન્યના પ્રતાપને નહિ સહન કરી શકતા, એવા શ્રી રાવણે મહારાજા શ્રી વાલી તરફ શિખામણ આપીને એક દૂતને મોકલી આપ્યો સ્વામીનો સંદેશો પહોંચાડવામાં દૂત બહુ હોંશિયાર હોય છે. દૂતોમાં વચનની તાકાત અજબ હોય છે. સામાના હૃદયમાં સ્વામીએ કહેલો ભાવ કેવી રીતે ઉતારવો, નરમ-ગરમ વચનો કઈ રીતે બોલવાં, એ ઢબ દૂતો બહુ જ સારી રીતે જાણતા હોય છે.
શ્રી રાવણનો સંદેશો અને વાલીનો ઉત્તર શ્રી રાવણનો ધીર વાણીવાળો તે દૂત શ્રી વાલી મહારાજાની સભામાં જઈને શ્રી વાલીને નમસ્કાર કરીને કહે છે કે
"इतोऽहं दशकंठस्य, राजस्तढाचिकं श्रुणु ।'
હે રાજન્ ! હું શ્રી રાવણનો દૂત છું આપ મારા તે સ્વામીનો સંદેશો સાંભળો
“શરણરૂપ અમારા પૂર્વજ શ્રી કીતિધવલ પાસે, વૈરીઓથી પરાભવ પામેલા તમારા પૂર્વજ “શ્રીકંઠ' શરણ માટે આવ્યા હતા. પોતાના શ્વસુરપક્ષના તે શ્રીકંઠને દુશ્મનોથી રક્ષણ આપીને તેમના વિરહથી કાયર એવા શ્રી કીર્તિધવલે તેમને આ વાનરદ્વીપમાં જ સ્થાપન કર્યા હતા. ત્યારથી આરંભીને અમારી અને તમારી વચ્ચે પરસ્પર સ્વામિ સેવકભાવ સંબંધથી બન્ને પક્ષોમાં ઘણા રાજાઓ થઈ ગયા. એ જ પરંપરામાં તમારા પિતામહ ‘કિષ્ક્રિધિ'ના રાજા થયા અને મારા પ્રપિતામહ (બાપના દાદા) સુકેશ નામના થયા. તેઓની વચ્ચે પણ તે