________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
८०
જ
નગરીને પોતે કબ્જે કરી. આ પછી ક્ષણવારમાં શ્રી રાવણ મેરૂથી લંકામાં આવ્યા અને પોતાની ભગિની ચંદ્રણખાના હરણને સાંભળીને કોપાયમાન થયા. કોપાયમાન થયેલો સિંહ જેમ હાથીના શિકાર માટે જાય, તેમ શ્રી રાવણ ‘ખર’ નામના ખેચરના ઘાત માટે ચાલ્યા. આ પ્રમાણે રાવણને જતા જોઈને શ્રીમતી મંદોદરીદેવી રાવણને કહેવા લાગી કે ‘હે માનદ ! આવો અનુચિત સંરંભ શું કરો છો ? કંઈક વિચાર તો કરો. જો કન્યા અવશ્ય કોઈને દેવા યોગ્ય તો છે જ, તો પછી તેણી પોતાની મેળે જ ઇષ્ટ અને કુલીન વરને વરે છે તો, તે સારૂં જ છે. ‘દૂષણ’ નો દીકરો ‘ખર' એ ચંદ્રણખા માટે યોગ્ય વર છે, અને નિર્દોષ એવો તે પરાક્રમી આપનો એક સુભટ થશે, માટે પ્રધાન, પુરુષોને મોકલીને તેની સાથે તેને પરણાવો અને એને પાતાલ લંકાનગરી આપીને તેના ઉપર પ્રસન્ન થાઓ.’ આ જ પ્રમાણે પોતાના બે નાના ભાઈઓથી પણ કહેવાયેલા અને યુક્ત વિચારને કરનાર એવા શ્રી રાવણે 'મય' અને ‘મારીચ' નામના બે અનુચરોને મોકલી, પોતાની ભગિની ચંદ્રણખાને તે ‘ખર' નામના ખેચર સાથે પરણાવી. ત્યારપછી શ્રી રાવણના શાસનને ધારણ કરતો, તે `ખર' નામનો ખેચર પાતાલલંકાની અંદર ચંદ્રણખાની સાથે નિર્વિઘ્નપણે ભોગોને ભોગવવા લાગ્યો. તે વખતે ‘ખર' ખેચરે ભગાડી મૂકેલો શ્રી ચંદ્રોદર રાજા કાળે કરીને મૃત્યુ પામ્યા પછી, તે ચંદ્રરાજાની ગર્ભવતી ‘અનુરાધા' નામની પત્ની નાસીને વનમાં ગઈ હતી, તેણીએ તે વનને વિષે સિંહણ જેમ પરાક્રમી સિંહને જન્મ આપે, તેમ નયાદિ ગુણના ભાજ્વરૂપ ‘વિરાધ’ નામના પુત્રને જન્મ આપ્યો. યૌવનવયને પામેલ તે ‘વિરાધ સર્વ કળારૂપ સાગરના પારને પામીને, અસ્ખલિત છે ગમન જેવું એવો મહાપરાક્રમી તે પૃથ્વી ઉપર વિહરવા લાગ્યો.