________________
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
છે જૈન રામાયણઃ ૮
રજોહરણની ખાણ કહી બતાવે છે. વિચારો હવે કે જે ભાગેલાની પૂંઠે પડે તે બળવાન કે ક્ષમા કરે એ બળવાન ? સાચા ક્ષત્રિયો કદી જ ભાગતાની પૂંઠ ન પકડે અને પડતાને પાટું ન મારે, તેમજ નિર્બળની રક્ષા કરવાનું પણ ન ચૂકે. આ જાતિના ક્ષત્રિયવ્રતનું આ પ્રસંગમાં શ્રી રાવણે સંપૂર્ણ પાલન કર્યું છે.
શ્રી રાવણ પાછા રાજધાનીમાં આ બાજુ શ્રી ઇંદ્ર નામના વિદ્યાધરેશ્વર તો પોતાના ‘યમ' નામના લોકપાલના કથનથી કોપાયમાન થઈ ગયા અને તેમના અંતરમાં યુદ્ધ કરવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ, પણ બળવાન સાથે વિગ્રહ કરવામાં ડરતા એવા કુલમંત્રીઓએ તે-તે ઉપાયોથી શ્રી ઇંદ્રરાજાને યુદ્ધના વિચારથી રોક્યા અને એથી યુદ્ધના વિચારને માંડી વાળીને ‘શ્રી ઇંદ્રરાજાએ પોતાના યમ નામના લોકપાલને સુરસંગીત' નામનું નગર આપ્યું અને પોતે પ્રથમની માફક જ વિલાસમગ્ન બનીને રથનૂપુર) નગરમાં રહા. આ બાજુ શ્રી રાવણ આદિત્યરાજા નામના પોતાના સેવકને કિષ્કિધા નગરી આપી અને ઋક્ષરજા' નામના સેવકને ‘ઋક્ષપુર' નામનું નગર આપ્યું. તે પછી બંધુઓ દ્વારા અને નગરના લોકોથી સ્તવાતા પૂર્ણ પરાક્રમી એવા પોતે તો લંકાનગરીમાં ગયા અને અમરાવતીમાં જેમ ઈંદ્ર શાસન ચલાવે, તેમ શ્રી રાવણ પણ લંકાનગરીમાં રહીને પોતાના પિતામહના મોટા રાજ્યનું શાસન કરવા
લાગ્યા.
વાકરદ્વીપમાં વાલીરાજા, સુગ્રીવ યુવરાજા, આ બાજુ વાનરોના રાજા શ્રી આદિત્યરજાને શ્રીમતી ઇન્દુમતી નામની પટ્ટરાણીથી બળવાન “વાલી' નામના નંદન થયા. ઉગ્ર બાહુબળના સ્વામી શ્રી વાલીકુમાર હંમેશાં સમુદ્રના અંત સુધી જંબુદ્વીપની પ્રદક્ષિણા કરતાં સર્વ ચૈત્યોને વંદન કરતા હતા. શ્રી