________________
- રાક્ષસવંશ અને વાનરવશ ભાગ
જૈન રામાયણઃ
- રજોહરણની ખાણ પુણ્યપુરુષે પણ વિચાર્યું કે આ મૂછ શાની છે ? મોહની ! હું જો જાઉં, માતાનું મસ્તક ખોળામાં લઈને બેસું, તો માતા જાગે, મને જુએ કે તરત માતાનો મોહ વૃદ્ધિ પામે શાલિભદ્ર બેઠો છે, એમ જુએ એટલે માતાને એમ થાય આ મને નહિ તજે. માતાને જ્યારે મૂછ ઊતરી, ત્યારે શાલિભદ્રને ત્યાં જ ઊભેલો જોઈ એમ થયું કે ‘દૂર ઊભો છે ! ખરેખર, શાલિભદ્ર બદલાઈ ગયો.' શ્રી શાલિભદ્રની ભાવના ફળી.
હવે પાછા ભગવાન શ્રી મહાવીરદેવ અને નંદીવર્ધનની વાત કરીએ. ઉપર પ્રમાણે કહેવા છતાં પણ ભગવાને પાછું ન જોયું, એટલે નંદીવર્ધને કહો કે “હે ભાઈ ! દરેક કામમાં અમે વીર ! વીર ! કહી બોલાવતા હતા, હવે વીર ! વીર ! કહી કોને બોલાવશું?' ભાવના ફરી. ભગવાન તો ચાલ્યા જ જાય છે, એટલે દેખાયા ત્યાં સુધીમાં છેવટે નંદીવર્ધને કહયું કે “ભાઈ ! આપ તો વીતરાગ છો, પણ અમારી વિનંતી છે. કે કોક દહાડો સંભારજો.' વ્યવહારમાં પણ છોકરો પરદેશ જાય, ત્યારે મા-બાપ ગાડીએ મૂકવા આવે, પહેલાં આંસુ પાડે, બધું કરે, પણ પછી ગાડી ઊપડે એટલે આવજે કહી દે અને જરા છેટે જાય એટલે હાથ ઊંચા કરી આવજે કહી દે. સંસારના મોહની એ ગતિ છે. જેનો એકનો એક પાલક દીકરો મરી જાય, તેનો પણ આઘાત જે મરતી વખતે થાય તે પછી નથી રહેતો. થોડા દિવસ ગયા બાદ બધું વિસારે પડે. સંસારના મોહની એ સ્થિતિ છે. એ મોહથી ખસવું હોય, તો જ્ઞાનીએ કહેલા માર્ગની અંદર પાવો અને કોઈ આવતો હોય એને ન અટકાવો.
આજનાઓ માતા-પિતાની કેવી સેવા કરનારા છે અને કેવા ભક્ત છે, એ તો હરકોઈ વિવેકી સમજી શકે તેમ છે. શાસ્ત્ર તો કહે છે કે ‘સંસારમાં રહેલો આત્મા જો ક્ષુદ્ર સ્વાર્થને વશ થઈ મા-બાપની અવજ્ઞા કરે, તો એના જેવો દુર દીકરો કોઈ નથી !' મા-બાપની આજ્ઞા ખાતર પોતાની અનેક પાપ લાલસાઓને ઠોકરો મારનાર કેટલા નીકળ્યા? પાલક માતા-પિતાની આજ્ઞા વિના એ કદમ પણ ન ભરતા. અને તમે