________________
પોતાના મરણની બાબતમાં રાવણનો પ્રશ્ન-કેવળીજ્ઞાની મહર્ષિનો ઉત્તર આદિ બીજા ‘રાવણ દિગ્વિજય' નામક સર્ગના આધારે પૂજ્યપાદશ્રીજીનું પારદર્શકશૈલીમાં થયેલું વિવેચન ઉંડા અવગાહનમાં ઉતારી દે તેવું છે.
ત્રીજા ‘હનુમાનની ઉત્પત્તિ અને વરુણસાધના' સર્ગના આધારે થયેલાં તેઓશ્રીના પ્રવચનોમાં તો શ્રીમતી અંજનાસુંદરી ની જીવનકથાનો વર્ણવાયેલો સાર તો આપણને જીવનનો સાર સમજાવી દે તેવો છે. અજ્ઞાન અને મોહની આત્મા ઉપર થતી અસરનું સ્પષ્ટીકરણ પણ હૃદયંગમ છે.
આમ, પ્રથમ ભાગમાં વિવેચિત ધર્મકથાનુયોગનું રહસ્ય આપણે સ્વયં વાંચીએ-માણીએ અને તત્ત્વરમણતાનાં સુખને અનુભવતાં શાશ્વતસુખના ભોક્તા બનીએ એ જ અભ્યર્થના... સદ્ગુરુચરણ સેવાહેવાકી આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિ
દ્વિ.વૈશાખ વદ-૧૧, વિ.સં.૨૦૬૬, સિદ્ધાંતમહોદધિ સ્વ.પરમગુરુવર સ્વર્ગતિથિ.
થરા