________________
'વત્સ ! તારી ભાવના ઊંચી છે. આ વયમાં તને એ ભાવના થઈ, માટે તારો આત્મા પુણ્યવાનું પણ અમારો મોહ છૂટતો નથી, માટે હાલ નહિ બને.” જંબૂકુમારે કહાં પિતાજી ! મારે જરૂર જવું છે, હું રહેવા ઈચ્છતો નથી. પ્રથમ મા-બાપે ખાનગીમાં વિચાર કર્યો કે આ જંબૂ હવે રહે એમ લાગતું નથી. એને વૈરાગ્ય થયો છે એમાં શંકા નથી એક રસ્તો છે રહે તો ઠીક, નહિ તો પછી રોકવો નહિ આ નિર્ણયથી ફરવાનું નહિ. મા-બાપે કહ્યું કે “વત્સ! જેની સાથે તારા વિવાહ થયા છે, તે આઠે કન્યાને તું પરણ, એક રાત ભેગો રહે પછી ખુશીથી તારે જવું હોય તો અમારી રજા છે અને તારી સાથે અમે પણ આવીશું. શ્રી જંબૂકુમારે માન્યું કે આઠ તો શું, આઠસૌ હોય તોય શો વાંધો છે ?' એમને પોતાના બળની ખાત્રી હતી. વૈરાગ્ય બળવત્તર હતો. માટે આટલું કબૂલ્યું, નહિ તો કબૂલવાનો કંઈ કાયદો નથી. જંબૂકુમારે તો વિચાર્યું કે ‘સવારે માતા-પિતા પણ તૈયાર છે, તે પણ ઉપકારી છે અને વળી પેલી આઠ તૈયાર થાય તો વધુ સારું. કબૂલ કર્યું. મોટો વરઘોડો ચઢ્યો. નવ્વાણું ક્રોડ સોયાનો સ્વામી પરણવા જાય, એના વરઘોડામાં કમીના હોય? ત્યાં જંબૂકુમાર વિચારે છે કે “આ વરઘોડો તો વિષય-કષાયનો છે, એનાથી તો લોકો કર્મ બાંધે, સવારે વૈરાગ્યનો આથી જબરો વરઘોડો કાઢીને પુણ્યનો ભાગી બનું આ બધી પુણ્યાનુબંધી પુણ્યની સ્થિતિ જોતા આવો. મા-બાપે વિચાર કર્યો કે
અત્યારે તો દીક્ષામાં રોકનાર આપણે બે હતાં, પણ પછી તો આઠે કન્યાઓનાં મા-બાપ ! સોળ બીજા રોકવા આવશે, માટે પહેલા ખબર આપો.” એ આઠેય કન્યાઓનાં મા-બાપને બોલાવી કહાં કે ‘જુઓ ! અમારો જંબૂ દીક્ષાની ભાવનાવાળો છે. અમારે વાતચિત થઈ ગઈ છે. રહી જાય તો વાત જુદી છે, નહિ તો રોકાશે નહિ. કાલે સવારે દીક્ષા લેશે, માટે મરજી હોય તો પરણાવજો.' મા-બાપ કહે ‘ઊભા રહો ! કન્યાઓને પૂછીએ.' પૂછતાં આઠે કન્યાઓએ કહ્યું કે “એ કરે તે મુજબ અમારે કરવાનું.' આર્ય રમણીનો એ રીવાજ, એ પરણ્યા. એમના , રાક્ષશવંશ ક
‘ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?...૩
અને વાનરવંશ
/