________________
(I) The pillars at Bharhut bearing the names of Ajatasatru and
Prasenajit were not erected until nearly four hundred years after the death of those Kings.
(2) The inscription on the Lion Capital from Mathura is not referrable
to the Jains. It refers explicitly to the veneration of the Buddhas, the Dharma and the Sangha, and it also refers to the Sarvastivadins. Thero is no question therefore, as to its being Buddhist.
(3) There is no mention of Nahapana in this inscription.
(4) ......
Yours truly, John Marshall.
સર જ્હોન માર્શલ.
એવોનડેલ. સીડની રેડ, ગલ્ડફોર્ડ,
સરો, ઈંગ્લાંડ,
૨ જી સપ્ટેમ્બર ૧૯૩૭. વ્હાલા સાહેબ.
આપને પત્ર મી. પ્રત્યેન મારફત મળે, અને આપના પ્રશ્નોને હું ક્રમવાર જવાબ આપીશ.
( ૧ ) ભારતના સ્તંભ જેની ઉપર અજાતશત્રુ અને પ્રસેનજીતનાં નામે છે તે આ રાજાઓના મૃત્યુ પછી ચારસો વર્ષ સુધીમાં સ્થાપન કરવામાં આવ્યા ન હતા.
* હવે ડૉ. શાહ પોતાના પ્રાચીન ભારતવર્ષ ભા. ૧, પૃ. ૩૭૪-૭૫ માં તથા પ્રાચીન ભારતવર્ષ ભા. ૨ જા ના પૃ. ૩૮ માં ભારદૂત તૂપમાં અજાતશત્ર અને પ્રસેનજિત એ બન્ને રાજાઓએ થાંભલા સ્થાપન કર્યા છે એમ લખે છે તો તે વગર આધારે કયાંસુધી માની શકાય.
જ્યારે 3. શાહની ઉપર્યુકત બાબત વાંચી ત્યારે મને પણ શંકા થઈ હતી, પરંતુ તેઓએ જ પ્રમાણ માટે આપેલું ડે. કનિંગહામ કત “ભારદૂત તૂપ’ નામનું પુસ્તક મારા વાંચવામાં આવ્યું નહોતું કારણ કે તે મળી શકતું નહોતું, મહામહેનતે તે પુસ્તક અને સાક્ષર બાબું પૂરણચંદ નહારની કલકત્તાની લાયબ્રેરીમાંથી મળ્યું, ત્યાંથી મંગાવીને મેં અક્ષરે અક્ષર વાંચી જોયું, પરંતુ એમાં કોઈ પણ
: ૨૭ :