________________
કે વખત જતાં મમ્હારા વ્યવસાયની પુષ્કળતા ઓછી થશે, અને પછી હું વધારે સારે પત્રલેખક થઈ શકીશ. હવે મેં ઑકસફર્ડના પ્રોફેસરનું કાર્ય પૂરું કર્યું છે, અને એક બે સાહિત્યના ગ્રંથમાં છેવટના સુધારા વધારા હું કરી રહીશ, તેમજ ત્રિવેન્દ્રમમાં ભરાનારી આગામી પરિષદના પ્રમુખપદની ઘણું જવાબદારીવાળી ફરજ માટે તૈયારી કરી રહીશ. આ પરિષદની આવશ્યક્તા ઘણી છે એમ મને લાગે છે, અને મને પ્રમુખ બનાવવાનાં માન માટે હું યોગ્ય કદર કરું છું. વળી હિન્દુસ્તાનમાં રહેતા ઘણા મિત્રોને મળવાનું અને તેમની સાથે સાર્વજનિક અભ્યાસ અને સંયુક્ત કાર્ય માટે જે ધારણા છે તેની તુલના કરવાનો સુઅવસર મળ્યો છે તે ઓછાં મૂલ્યની વાત નથી !
મથુરાના શિલાલેખ તથા અશોકના શાસન સંબંધી આપના પ્રશ્નોને હું ટુંક જવાબ આપવાની ઈચ્છા રાખું છું. મથુરાના સિંહશિલાલેખમાં નહપાન વિષે કે જેનો વિષે કશે ઉલ્લેખ નથી એવા આપના મત સાથે હું મળતો થાઉં છું. તે શિલાલેખ ચોસ બુદ્ધ શાક્યમુનિ અને બૌદ્ધ ધર્મના મહાસાંઘિક પંથને ઉલેખે છે. કદાચ એમ હોઈ શકે કે જે લેખક વિષે આપ ધારો છો તે લેખક મથુરાના બીજા કેટલાક જૈન શિલાલેખો વિષે વિચાર કરતો હોવો જોઈએ. જે ડૉ. બુલરે પોતાના એપીગ્રાફીઆ ઈડીકાના વૈ. ૧ માં લખ્યું છે, પણ આ શિલાલેખમાં પણ નહપાનનો નિર્દેશ કયાંઈ કરવામાં આવ્યું નથી.
નહપાન અને ભૂમકના સંબંધ વિષે પ્રો. રેસન પોતાના “કેટલૅક ઑફ ઈન્ડીઅન કવાઈન્સ ” આઘના પૃ. ૧૦૮ માં ઘોષિત કરે છે કે ભૂમક નહપાનની પહેલાં થયે હતો, પણ તેમની વચ્ચે શો સંબંધ હતો તે જણાયું નથી.
ઘણુ વિદ્વાનો માને છે કે ભૂમક અને અષ્ટનને પિતા સામતિક એકજ હતા. (પ્રો. સ્ટીન કેનોના બરછી ઈક્કીપશન પૃ. ૭૦) આ રીતે નહપાન ચણનને સમકાલી નહોવો જોઈએ.
આપ અશોકનો અભ્યાસ કરો છો તે જાણીને મને ઘણે આનંદ થાય છે. તેના વિષે કાંઈ અગત્યનું નવીન પ્રકાશન નથી. મૈલિક અગત્યતાનું છેલ્લું પુસ્તક છે. હુશની આવૃત્તિ છે. તેમાં પણ નવી બાબતો બહુ નથી. મેં ડૉ. ત્રિભુવનદાસે બનાવેલું ગુજરાતી પુસ્તક જોયું નથી; પણ હું તેમના મતનો સ્વીકાર કરી શકતા નથી.
ઉત્તરાધ્યયનની હસ્તલિખિત પ્રતિ માટે મેં હારા એક મિત્રને ઉપ્સાલામાં લખ્યું છે; તેનું પરિણામ આવશે તે હું આપને જણાવીશ.
હારી હિન્દની મુલાકાતની યોજના ક્યારે નક્કી થશે ત્યારે હું આપને જણાવીશ. તે દરમિયાન આપને મળવાની આશા રાખું છું.
ઘણા માન સાથે આપને પરમ મિત્ર
એફ. ડબલ્યુ. કૅમસ.