________________
વક્તાઓને આનદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર છે. ઢાળસાગરની ૧૭૫ ઢાલા ગુણસાગરસૂરિ વિરચિત છે. અને કેટલીક ઢાળેા ઉદયરત્નજી મહારાજે વિસ્તારપૂર્વક રચીને ‘ઢાલ સાગર’માં દાખલ કરી છે. આ બંને મહાપુરૂષોએ ઘણાજ પરિશ્રમ વેઠી જનકલ્યાણને અર્થે આ સુંદર ગ્રંથ રચીને સમાજને અર્પણ કર્યા છે. આ ગ્રંથ રચ્યાને વર્ષો વીતી ગયા છતાં લેાકેાને આજે પણ એટલે જ વલ્લભ છે.
આ ‘હરિવંશ’ પુસ્તક વર્લ્ડ જુના હાવાથી જીણુ પ્રાયઃ થઈ જતાં તેની નવી નકલ તૈયાર કરવાની આવશ્યક્તા જણાઇ અને ૫. ૨. ઉપકારી પૂ. ગુરૂદેવશ્રી છેઠાલાલજીસ્વામી અને સાહિત્યરસિક, મુનિશ્રી રમેશચંદ્રજી સ્વામી આદિ સાધુ સાધ્વીજીઓની પ્રેરણાથી નવી આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. ખૂબ સુધારા કરી, અશુદ્ધિ દૂર કરી આવૃત્તિ તૈયાર થઈ છે, છતાં પુસ્તકની અંદર કેાઇ ક્ષતિઓ રહી ગઈ હાય તા વાંચકો સુધારીને વાંચે. આ પુસ્તકને ખૂબ સદુપયેાગ થાય અને વક્તા, શ્રોતા વ્યાખ્યાનમાં નાંચી સાંભળીને લાભ લે એજ અંતરેચ્છા ! ૐ શાંતિ !!!
લેખિકાસ્વ॰ શાંતસ્વભાવિની વિદુષીનિ મહાસતીશ્રી કમળાબાઇસ્વામીની સુશિષ્યા સાધ્વીજી નિમ ળાબાઈ સ. ૨૦૩૬ ના મહા શુદ્ઘ ૧૫ ને ગુરૂવાર વાંકી કચ્છ