________________
ખંડ આઠમો :
૪૬૫
પદ્મનાભ કે અમહે નહિં, એમ કહી સન્મુખ ચાલ્યા રે; માધવે તિહાં વિચારીયે, પહેલે વચને પાલ્યા રે. પાંડવ રે બેહુ દલ એકઠા મિલ્યા, વાગ્યા બાણના થેક રે; પાયકશું પાયક ભડે, નાઠા કાઠા લોકો રે. પાંડવ૦ ૩ સહદેવ જોશી જોગણી, ડાવી ભેરવ ઘેરે રે; લોહ કોટ ભડ કટકમેં, કૃષ્ણ દુહાઈ ડેરે રે. પાડવ૦ ૪ દુશમન ભૂપ ભુજંગમ, નકુલ નકુલ પરે ધાવે રે; ધર્મપુત્ર વધુ કારીયા, વડા વડા બિરુદ બોલાવે છે. પાંડવઃ ૫ પદ્મનાભ ચડી આઈ, પડી દદામા ઠેર રે; હલકારા વડ વાગીયા, પડી લડાઈ જેરે રે. પાંડવ. ૬ અજુને બાણ સંભારીયા, જિમ ધોરીધર ધીરો રે; સન્મુખ કે આવે નહિં, પાસે વહે હથીયારે રે. પાંડવ ૭ અજુન ભીર કરણ ભણી, ભીમ ગદા લેઇ ધાયો રે; પદ્મનાભ મન ચિતવે, દાનવ કિહાંથી આયો રે. પાંડવો ૮ આપ ભૂપ રોસે ચડો, પાંચ લાખપે જાય રે; પાંચ સહસ કર એકઠાં, અર્જુનને ઠહરાયે રે. પાંડવ૦ ૯ પદ્મનાભ પ્રપંચથી, અર્જુન મન અકુલાવે રે; શસ્ત્ર સઘલા હિ ચલાવે, હાથ કઈ નહિ ફાવે રે. પાંડવ૦ ૧૦ દિશ મુંઝાણી પાંડવા, ઉભા તવ પિછતાયા રે; શુરવીર પણ શું કરે, વચન છલે છેતરાયા છે. પાંડવ ૧૧ નાઠા ભાગ્યા આવીયા, પાંચે પાંડવ શુરો રે; વિલખાણ મન આપથી, કાયર દેહ ન નૂર રે, પાંડવ૦ ૧૨ કૃષ્ણ કહે પાંડવ સુણે, રો ઉભા મતિ મૂરે રે; હવે કિહાં નાશી જાય, દ્વારકા તે રહી દૂર રે. પાંડવ૦ ૧૩.