________________
૪૨૫
ખંડ સાતમે કુંવરની ભગિની, છે શુભ લગની, શુભ લક્ષણ શુભકારી રે; અતિ પ રસાલી, ઝાકઝમાલી, બાલી છે સુવિચારી રે. ૧૪ અહેવનને દીજે, કારજ સીઝે, માને એહ અરદાસે રે; એ સરખે મેલે, થાય જે મેલે, તે પહોંચે મન આણે રે. ૧૫ વાહલાને વંછ, આપણુ ઈચ્છ, કામ મહા અભિરામે રે; રાજાજી માની, પ્રીત પ્રમાણે, પણ પુછી જે સાહસે રે. ૧૬ નૃપ શામ સલુણે, દિન દિન દુર્ણ. તેજ પ્રતાપ પ્રકાશે રે; તવ હરીશું જાઈ, વાત સુણાઈ, હરી માની ઉલ્લાસ રે. ૧૭ ભાણેજા સાથે, શ્રી જગનાથે, આણું વ્યાહ કરાય રે; હાથી ને ઘેડા, પાટ સોડા, મણી કંચન મન ભાયે રે. ૧૮ દીધાં વર હેતે, તે પરણે તે, વાધ્યા રંગ સવાયા રે; ભૂયા શું બંધુ, હરી ગુણ સિંધુ, દ્વારામતી ચલી આયા રે. ૧૯ ભજનની ભક્તિ, જણ જણ યુક્તિ, સાચવતા અતિ સે રે; આદર અતિ દીજે, ખીજમત કીજે, હલધર ને હરી દેવ રે. ૨૦ યાદવની કુમરી, જેહવી અમરી, તે ચારે પરણાયા રે; નવ નવ સુખ વાસી, લીલ વિલાશી, પરમ મહા સુખ પાયા રે. ૨૧ એ ઢાલ સેહાવી, અતિ મન ભાવી, સાડતીશા સેમી વાસ રે શ્રી ગુણસાગર, સુરી ઉજાગર, પાંડવ ચરીત ન પાસ રે. રર
પાઈ ખંડ ખંડ રસ છે નવનવા, સુણતાં મીઠા સાકર લવા; શ્રી હરીવંશ ચરિત્ર જયજ, સાતમો ખંડ એ પૂરણ થયો. ૧
ઇતિ સપ્તમ: ખંડ: સમાસ: