SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પડ સાતમે ધર્યો દુર્યોધન ભૂપ, મેઘાડંબર અનૂપ; આ છે લાલ, મેઘ સમેવડ ગાજતે જી. ખગ ભાલા પ્રકાશ, વિજલી સમ આકાશ; આછે લાલ, નીલાંબર નેજા ભલાં જી. એ દલ અધિક અલેલ, થાયે દ્રઢતા ડમડલ, આછે લાલ, તજી કાયર શુરતા ભજો જી. દલ કૌરવને જોય, ભયભીત હુ સાય; આ છે લાલ, હા હા મુજ મારે ખરે જી. અહો વહાનડા બાલ ચાલ ઘરે રથ વાલ; આ છે લાલ, એ દલ અધિક ડરામણે જી. કહે હરીનંદ તે વાર, રે કાયર શિરદાર; આછે લાલ, ઘર આગળ શું ફૂલતે જી. હાં નહિં છે સેલ, એ છે ખાંડાને ખેલ; આછે લાલ, ખેલ ખરે અહામણે જી. ઝઝણ લાગ્યા શુર, વાગીયા રણુત્ર; આછે લાલ, સુભટ સમરસેં સજજ થયા છે. પસરીયો દલપૂર, દેખી કુમર ઘટી નૂર; આછે લાલ, અંગે છૂટી ધ્રુજણી જી. ૨થથી પડી તામ, નાસણ લાગ્યો જામ; આછે લાલ, પારથ પગ પાછો ધર્યો છે. હરીનંદ સાહ્યો હાથ, ઘાલી ગલા માંહિ બાથ; આછે લાલ, આપણે મરમ પ્રકાશીય જી. હું અજુન અભિરામ, શીખવું તુજ સંગ્રામ; આ છે લાલ, આજ શોભા તુજને દઉં જી.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy