________________
ખંડ સાતમો
૪૧૭
હરખ ધરી તેહી સ્થાનેકેજી, રાત રહ્યો રાજાન; કંક તણે મુખ સાંભલીજી, પાંડવને આખ્યાન. બલ૦ ૧૮ અધિકાઍ અધિકે ઘણેજી, સુજશ સુણી નિજ કાન; સત્ય કરીને સરદહેજી, લીધી સબહી માન. બલ. ૧૯ ચાકર જેહના એહવાજી, સૂર મહા રે સનર; ઠાકુરને કહે કિશ્યજી, દીસે એહ હજૂર, બલ૦ ૨૦ ચેરીસા સેમી ઢાલમેંજી, ભીમે જણાવ્યું આપ; શ્રી ગુણસાગર સુરી કહેજી, ન છિપે તેજ પ્રતાપ. બલ૦ ૨૧
દોહા પ્રાત: હુવા કૌરવપતિ, ઉત્તર દિશની ગાય; વાલી વલીયા વેગણું, ગ્વાલ પિકા આય. રાજાને સહુ રાવણે, રાજા સાથે જોય, ઉત્તરા કુંવર એકલો, ઘર રખવાલે હેય. બુબારવ શ્રવણે સુણી, બોલે રાજકુમાર; હારે નહિ કોઈ સારથી, કરે જણાવણ સાર મહીલા ને માય આગલે, ગાલ મારતો જાણ; સેરેદ્રી બોલી હસી, કુંવર અરતિ મ આણ
ઢાલ ૧૩૫ મી ( આ છીંલાલ જિનવર વાંદવા નિસર્યાજી–એ દેશી ) તવ સેરેદ્રી બાલ, બોલે વચન રસાલ; આછે લાલ, કુંવરપે ચટક લગાયને જી. અહો કુંવર કહું તુજ, યુદ્ધ કરણની બૂઝ; આ છે લાલ, તે સારથી છે સેહામણે જી.
૫૩