________________
ખંડ છઠો
તેણે તિમહીજ કીધ, આજ્ઞા પાડી દીધ; આજ હું સાંભળી રાય, સુખ અધિકે લણો છે. નવ દેશ નેતર્યા રાય, દશમે દૂત ચલાય; આજ હે દ્રપદ રાજાની, નિજ ખાતે કરી જી; જાજે દેશાદેશ, લઘુ વડા નરેશ; આજ હે વાત પ્રકાશે, શીધ્ર હિત ધરી છે.
૧૪ હવે સકલ રાજાન, સાંભલી દ્રુપદ વાણ; આજ હે કપીલપુર, આવણુ અતિ ઉમણા જી; હાલ ઈગ્યાનર સેમી એહ, સુણતાં પામે નેહ, આજ હે સુરી ગુણસાગર, સાજન સુખ લહા જી. ૧૫
દોહા
૨
સભા સુધમ કૃષ્ણજી, બેઠા બલભદ્ર પાસ; કબુક જોશી તેડીને, પૂછે મુહૂર્ત તાસ, તિણુ દાન તિથી અટકલી, જોગ જુગતિ ગુણુજાણ; સન્મુખ સારે ચંદ્રમા, રજન શાસ્ત્ર પ્રમાણ- યાદવ ભાદ્રવ મેહ જિમ, અડાયા છા૫ન હી કોડ વાત સુણી વિવાહની, હરખ્યા હેડહેડકૃષ્ણ કહે સહુ સાંભલો, મ કરો વિલંબ કરી સજજાઈ આવજે, પ્રજજુન કુમાર અને સંભવાત થાપી તે ઉડીયા, પેહતા નિજ નિજ ગેહ, ઘર જઈ મજજન કરે, જિણથી દીપે દેહ.