________________
૩૧૭
ખંડ પાંચમો
સા ભાંખે સ્વામી સુણે, મારો સાધુ શું લેગ; બાલક બોલી ન જાણુહી, કિસ્યો અન્યાયી જોગ. કટકે માંહે ડાહરો, ઉંટ કહાવે જેમ; કાંઈ કરો હરીરાયજી, લગા વાહ્યા એમ. ચાડ ઘણું મુંહ લાગણે, દુબલ કન્નો રાય; હોવે તે ઘર તેહને, આટા ઠિક્કર થાય. પિટ ગણેશા સારીખે, શંકર કે શાચ, કીયા કુટુંબ નિરવહે, અવર સકલ હી પાચ. કહી સુણી ચિત્ત નાણીએ, જે નવિ નિરખે નય; નયણે હી નિરખ્યા પછે, કહેણ નહિં કુવયણુ. અણજાણ્યાં અણુદેખીયાં, કહો પરથીર થોક; અણુસહતાં ના શીખવ્યા, જઠ કહે છે લોકો
હાલ ૧૦૦ મી (શીયલ સલુણી મયણ મહાસતી રે એ—દેશી) સામ કહે સુણ સુંદરી રે, જૂઠ કહે નહિં લેય રે; પંચામું પરમેસરા રે, પંચે કરે તિમ હાય રે. સામ૦ ૧ અંગુઠાથી શુંટીયા રે, ઘુંટીથી તે જાન રે; જાનુથી કટી જઈ અડે રે, નાણે કે ગૂમાન રે. સામ૦ ૨ કેડી થકી હેડે ચઢી રે, હૈડાથી ગલે જામ રે; પર મહા દુખ આવહી રે, અકુલા જન તામ રે. સામ૦ ૩ મૂલા મોટા તણું રે, તેહી ન તેડયા જાત રે; નાકે ચઢયો દુખ દુઃસહે રે, લેક તદા વિલનાત રે. સામ૦ ૪ વાડ ભખે જે કાકડી રે, વેલાવા લુરંત રે; કુણ આગે પિકારીએ રે, માતા છો? કુટંત રે. સામ૦ ૫