________________
કપાયા ગામે સ્વસ્થ શ્રી અમરચંદ બાબુલાલને
અપાયેલી શ્રદ્ધાંજલી
[ રાગ – સારી સારી રાત તેરી યાદ સતાવે ] વહાલા ભાઈઓની આજે યાદ સતાવે
યાદ સતાવે એ તો ભૂલ્યા ન ભૂલાયે રે.....એ ટેક. રાહ ગામેથી દર્શન કરવા આવ્યા સંધ રૂપે લાભ જ લેવા;
| દર્શન કર્યા ભાઈ બહેને અતિ હેશે રે.......યાદ સતાવે....૧ જય મુનિવરોના દર્શન કરીને ગયા પછી વાંકી ગામે સ્નેહ ધરીને;
ગુરુ દર્શન કરી ભાવે સુખ સાતા પૂછી રે...યાદ સતાવે . સ્નાન કરવા એ તે નદીએ ગયા ગેઝરી સરિતાએ પ્રાણ જ હર્યા
એવી વાત જાણી સકળ સંઘ દુઃખ પાવે રે...યાદ સતાવે.....૩ માવિત્રાનાં કુળ દીપક બન્યાં મિલન સાર સ્વભાવે સહુને ગમ્યા;
રાહ ગામે યશ બહુલે ફેલાવ્યો રે...યાદ સતાવે....૪ આશા તમારી રહી ગઈ અધુરી અમર, બાબુ સધાવ્યા સવપુરી
કપાયા શ્રી સંધ શ્રદ્ધાંજલી આપે છે......યાદ સતાવે...૫. અંતરની આશા અંતરમાં સમાણ કહેવી કોને આ કુર કહાણી;
નહોતું જાણ્યું કે આમ હશું થાશે રે...યાદ સતાવે...? વૃક્ષ થકી પતું ખર્યું પરવશ થાય વાયુ પ્રારબ્ધને ભાવે ત્યાં લઈ જાય;
તેથી જ વાંકી ગામે આ૫ પિઢયા રે...યાદ સતાવે...૭ સંવત બે હજાર પાંત્રીસની સાલે. શાંત મંગુષાં ગાયે ભક્તિભાવે; પ્રભુ તમ આત્માને શાંતિ સુખ આપે છે.....યાદ સતાવે...૮
લેખિકા - કુ. મંગુલા મોરારજી સંગે * કુ. શાંતા રતનશી મામણિયા
કપાયા કચ્છ