________________
હરિવંશ વહ સાગર જિણ દિનથી હો ગેકુલ હરિ માત કે, ગે પુજા મિસ કરી ગઈ; તિણ દિનથી તે સઘલે જગમાંહિ કે, ગે પુજા વ્રત તિથિ થઈ. ૧૬ એમ કરતાં હે વિયે એક વરસ કે, એહવે એક વિતક ભયે છે સભા સજી હે બેઠા કંસરાય કે, એક વિબુધ તવ પ્રગટ થયો. ૧૭ દેઈ આદર છે તે નિજ પાસ કે, પુછે રૂષિ ભાંખિત સહિ; એ ભાખે હે ભવિતવ્ય જેહ કે, અન્યથા તે હવે નહિં. ૧૮ નૃપ ભાંખે છે કેમ જાણું તેલ કે, અનુગ્રહ કરી મુજને કહે; તુમને તે હે મિલશે બહુ દ્રવ્ય કે, મુજ અરિને હોય નિગ્રહે. ૧૯ નિમિત્તક હે બેલે તવ એમ કે, પુરે ન જ્ઞાન અભ્યાસયો; સહિનાણું હો તુજ દેઉં બતાય કે, જિમતુમને હેય વિસાસ. ૨૦ તું જ માસી હે પુતના છે દેય કે, નિયંદતા ચુસી કરે; જિમ લુતે હે ગ્રહી મક્ષિકા જાણું કે, પ્રાણ દેયના તિમ હરે. ર૧ તુમ શત્રુ હે જાણે નિ:સંદેહ કે, ઈમ કહી વિબુધ ગયો; કસે તેડી હે કહી વેરીની વાત કે, માસી મન ઉત્કર્ષ થયા. રર હવે તિહાં કને હે નિજ બાપને વેર કે, લેવાને અતિ ઉમહી; વસુદેવશું હે નવિ લાગે જોર કે, સબલાણું બલ કે નહિં. ર૩ ઈમ ચિતવી હો મન માંહિ વિચાર કે, સુપનખારી દીકરી મદમાતી હે આણે અહંકાર કે, સંકુની પુતના ખેચરી. ૨૪ કંસે પ્રેરિત હે ગઈ ગેકુલમાંહિ કે, બાલક ને મારણ ભણી; ગોવાલણી હે સંતાડે નિજ બાલ કે, ભીતી મન આણી ઘણી. ૨૫ નંદ સદન હે ચાલી ગઈ તેહ કે, વિષ ખરડી સ્તનને ધરી; ધવરાવતી હે તવ યૉદા દેખ કે, માગે હરીને જેસે કરી. ર૬ અશ્રપુરીત હે થઈ આખ્યો જા કે, હરી મનમાંહિ વિચારીયો; એ દીસે હે સહિ કેઈવિપક્ષ કે, એહથી ભય અવધારી. ર૭