________________
કમાનતા
.
કિંચિત્ વક્તવ્ય જેન જગત્ અને સાહિત્યની અપૂર્વ સેવા કરનારા અને શ્રીયાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજીએ અનેક ગ્રન્થા પ્રાકૃત અને સંસ્કૃતમાં રચ્યાં છે. તે ગ્રન્થમાંને એક તે સમ્મત્તસત્તતિ છે. એને સામાન્ય જનતા સમ્યકત્વસપ્તતિ તરીકે ઓળખે છે. સૂરિજીએ આ ગ્રન્થ વીતરાગ ધર્મનાં મૂળને પિષનાર, દેશવિરતિ ધર્મને વિકસ્વર કરનાર, અને છેવટે અક્ષયપદ અપાવનાર સમ્યકત્વને ઉદ્દેશીને સિત્તર (૭૦) ઑકપ્રમાણ પ્રાકૃતમાં રચે છે. એના ઉપર, “રુદ્રપલ્લીય’ ગ૭ના શ્રીગુણશેખરસૂરિજીના શિષ્ય શ્રીસંઘતિલકસૂરિજીએ વિક્રમ સંવત ૧૪૨૨ માં સારસ્વતપત્તનમાં ૭૭૧૧ ક જેટલી ટીકા રચી છે. એ ટકામાં સૂરિજીએ પ્રાકૃતમાં આપેલી વીસ (૨૦) કથાઓની નમવાર નોંધ આરામભા કથાના ચિટ્ઠ વક્તવ્યમાં મેં આપેલી છે.
આ કથાઓમાં ધનપાલપંડિતથા વચનશુદ્ધિ ઉપર છે. પરમાત કવીશ્વર ધનપાલનું નામ જગજાહેર છે. કવીશ્વરે આ મુજબ કૃતિઓ રચી છે. (૧) પાઈલછીનામમાળા (પ્રાકૃત). (૨) તિલકમંજરી (સંસ્કૃત). (૩) સાવયવિહિપયરણ (પ્રા), (૪) શ્રીભન-સ્તુતિની વૃત્તિ (સં.). (૫) શ્રીવીરસ્તુતિ (પ્રા). (૬) અષભપચાશિકા (પ્રા). (૭) સત્યપુરીય મડ્ડાવીર ઉત્સાહ (અપભ્રંશ). (૮) વીરસ્તુતિ (સં. પ્રા). આ સિવાય તેમણે સંસ્કૃતમાં નામમાળા રસ્થાને મનાય છે. આથી મને એમ લાગ્યું કે આ કથા સ્વતંત્ર રીતે બડાર પડે તે સમાજ વિશેષ લાભ ઉઠાવી શકે. મારા આ વિચારને, પરમપૂજ્ય-પ્રાતઃસ્મરણીયશાસનપ્રભાવક-સમયજ્ઞ-શાંતમૂર્તિ-આરાધ્યપાઠ-આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબની તેમજ પ્રાકૃતસાહિત્યવાચસ્પતિ-સિદ્ધાંતમહોદધિ-પ્રાકૃતરૂપમાલા તથા પ્રાકૃતવિજ્ઞાન પાઠમાલા ગ્રન્થના કર્તા-પૂજ્ય ગુરુદેવ મહામહેપાધ્યાય
|| suratiuntuniા
||
૨