________________
ઓળીની શરુઆત આસો મહિનાથી કરાય ને જા વર્ષમાં ઓળી પૂર્ણ થાય. નવમા દિવસે પંચામૃત સ્નાત્ર કરવું જોઈએ.
ખરેખર શારીરીક અશક્તિ વાળા હોય તેઓએ એકાસણું કરીને પણ આ તપનું આરાધન અવશ્ય કરવું જોઈએ. ચૈત્યમાં પંચ ધાન્યથી શુધ્ધ ભૂમિ કરી સિદ્ધચકનું માંડલું રચવું જોઈએ. નવ-પદ ઉપર નાળીયેરના ગોળામાં ખાંડ ભરી પૂજા કરવી જોઈએ. સોળ અનાહતની સાકર અને લવીંગથી પૂજા કરવી જોઇએ. સ્વર અને વર્ગના દ્રાક્ષથી પૂજા કરવી જોઈએ. સમાક્ષરની પૂજા બીજોરાથી કરવી જોઈએ ૪૮ લબ્ધિ પદની પૂજા ખારેકથી કરવી જોઈએ. જ્યાદિ દેવીની નારંગીથી; ગુરુપાદુકાની દાડમથી; સિધ્ધચક્રના અધિષ્ઠાયક વિમલવાહન દેવની પૂજા કોળાથી કરવી જોઈએ. યક્ષ-યક્ષિણીની સોપારીથી, નવનિધિની અખરોટથી. દશ દિકપાલ અને નવગ્રહની વર્ણપ્રમાણે ફળ અને નૈવૈદ્યથી પૂજા કરવી જોઈએ. ચાર દ્વારપાળની પીળા રંગથી માણિભદ્રાદિ ચારવીરોની કોળાથી પૂજા કરવી જોઈએ.
સૌ આરાધકો આનંદમાં આવી એક બીજાના ગળામાં માળાઓ પહેરાવવી જોઇએ. આરતી-મંગળદીવો કરી શકસ્તવથી પ્રભુના ગુણ સ્તવી-ગુરુદેશના સાંભળવી જોઈએ. છેલ્લે આ ચોવીશીમાં જ્યાવ્યું છે કે ગીત અને નૃત્ય કરી ભક્તિ કરી યથાશક્તિ દાન આપવું જોઈએ. ત્યાર બાદ સંઘ પૂજા કરી પોતાના ઘેર જવું.
चोवीशी त्रीजी एवं श्रीसिद्धचक्रस्या-राधको विधिसाधकः । सिद्धाख्योऽसौ महामन्त्र-यन्त्रः प्राप्नोति वाञ्छितम् ॥१॥
धनार्थी धनमाप्नोति, पदार्थी लभते पदम् । भार्यार्थी लभते भार्यां, पुत्रार्थी लभते सुतान् ॥२॥
सौभाग्यार्थी च सौभाग्यं, गौरवार्थी च गौरवम् । राज्यार्थी च महाराज्यं, लभतेऽस्यैव तुष्टितः ॥३॥
एत्ततपोविधातारः, पुमांसः स्युर्महर्द्धयः । સુર-વેર-રાજાનો, રુપમાયશાંતિન I૪ો. अस्य प्रभावतो घोरं, विषं च विपमज्वरम् । दुष्टं कुष्टं क्षयं क्षिप्रं, प्रशाम्यति न संशयः ॥५॥
603