________________
(૨)
મોરી સહિયર હો, મોરી સહિયર હો, નવપદને મનમાં ધરો રે લોલ વિધિ આરાધન સાચવો રે લોલ, શિવસુંદરી હેજે વરો રે લોલ આજનો લ્હાવો લીજીએ રે લોલ, અવસરીયુ વહી જાય... મોરી અવસર ફરી ફરી નહિ મળે રે લોલ... મોરી સહિયર હો....
આજ આનંદ થયો, આજ આનંદ થયો નવપદનો તપ કીધો, દહાડો સફળ થયો એ સમ અવસર નહીં કોઈ રે, સેવે તે સુખીયો હોય રે, જે આરાધે સિદ્ધચક્ર રે... આજ....
. (૪).
ઓળી કરવા આવોને મારી બેન રે, સાથે લાવો સલુણી સારી બેન રે સિદ્ધચક સેવોને સાચે સ્નેહ રે, સુંદર મેળો મળ્યો છે બેની આજ રે, મયણા સુંદરી શ્રીપાળ, સિદ્ધચક સુપસાય, આપદા દૂર જા.. ઓળી... એ ચિંતામણી રત્ન, એનાં કીજે રે જતન, મંત્ર નહી એહ ઉપરે રે.. ઓળી...
કરવાના અમે કરવાના, સિદ્ધચનો તપ કરવાના, જે સિદ્ધચકને આરાધે છે, તેની કીર્તિ જગમાં વાધે છે, તેના ભવોભવનાં ભય ભાંજે છે. સિદ્ધચક્રનો... નહિ ડરવાના, નહિ ડરવાના, કર્મ શત્રુથી નહિ ડરવાના, લેવાના અમે લેવાના, શિવપુરનું રાજ્ય લેવાના... સિદ્ધચક્રનો... દેવાના અમે દેવાના, કર્મને ધક્કો દેવાના, ભળવાના અમે ભળવાના, શિવપુરમાં જઈને ભરવાના... સિદ્ધચક્રનો....
હાં રે જવા ચતુર સુજાણ, નવપદકે ગુણ ગાય રે નવપદ મહિમા જગમાં મોટો, ગણધર પદ પાય રે જો અપને આતમ સુખ ચાહે, તો એક ધ્યાન લગાય રે. જીવા...
મારુ મારુ તું શું કરે રે, તેમાં તારું તથી તલભાર, ભવિ પ્રાણિયા, ભજી લે ને નવપદનાં નામને રે.
596)