________________
ચારિત્ર પદ ચારિત્ર પદ નમો આઠમે રે લોલ, જે કરે કર્મ નિરોધ સંયમ રંગ લાગ્યો, રંગ લાગ્યો રે ઓત્તમજી ! સંયમ રંગ લાગ્યો બાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વ વિરતિ ગુણઠાણ રંગ લાગ્યો સમિતિ ગુમિ મહાવ્રત ધરા રે, દશ ખત્યાદિ જાણ રંગ લાગ્યો ચારિત્ર મોહનો ક્ષય કરી રે, લહયું સસમગુણ ઠાણ રંગ લાગ્યો અનુત્તર સુર સુખથી વધે રે, વર્ષ સંયમ ગુણધાર રંગ લાગ્યો ઈન્દ્રાદિક પણ સહુ નમે રે, સંયમ પદ અભિરામ રંગ લાગ્યો ચારિત્ર પદને સાધતો રે, વરુણ પામ્યો ભવપાર રંગ લાગ્યો હું પણ સંયમ સાધતા રે, પામું પદ મનોહાર રંગ લાગ્યો
તપ પદ તપ કરીએ સમતા રાખી ઘટમાં, રાખી ઘટમાં વાલા રાખી ઘટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં... કરમાં તપ તલવાર રહીને, લડીએ કર્મ કઠિન જટમાં... તપ... કર્મરુખ ભંજન ગજવર જાણો, તીવ્ર નમો તપ એમ ઘટમાં... તપ... બાહ્ય અભ્યતર ભેદ નિહાળો, તપ ઇચ્છા રોધ કરી મનમાં...તપ.. પર પરિણતિનો ત્યાગ કરીને, આતમ સત્તા ધરી ચિત્તમાં... તપ... કનક કેતુ તપ પદ સેવીને, તીર્થંકર પદને વરિયા. તપ..
પૂજામાં બોલવા યોગ્ય સિદ્ધચકનાં ગીત
દેરાસર વાગે છે વાંસળી રે, ઉપાશ્રય પડચા નિશાન હો લાલ ઘરમાં ઘડીએ નધી ગોઠતું રે, ધરીએ સિદ્ધચક્રનું ધ્યાન હો લાલ. ઘરમાં.. આવા કાઠીયા તેર આડા પડે રે, રાગ દ્વેષ પાસ હો લાલ ચાર કષાય ચોર મોટકાં રે, લૂટે ધર્મનાં સ્થાન હો લાલ.. ધરમાં. ૧૨ મોહ માયા મત્સરે કરી રે, ભરીઓ આ અસાર હો લાલ લઘુકર્મી જીવ હોશે રે, થાશે શિવસુંદરી ભરથાર હો લાલ.... ઘરમાં... ૩ ન સુજે કામને કાજ હો લાલ, ચારિત્ર લેવાને મન ઘણું એ, ન છૂટે મોહ જંજાળ... ઘરમાં... I૪ જેમ શ્રીપાલ મયણા સુંદરી રે, ધર્યું નવપદ ધ્યાન હો લાલ નવ ભવ નરસુર સુખ લહી રે, લીધુ ત્રિભુવન રાજ હો લાલ.. ઘરમાં.. પા
- 595