________________
એવાં વ્રતી અણગારને રે, જે પ્રણામે ધરી નેહ સલુણા કેવલ માણેક તે લહે રે, આણી કર્મનો છેહ સલુણા ૯
મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
દર્શન પદ પૂજા
( દુહો જૈમ ગિરિમાં સુરગિરિ વડો, જ્ઞાનમાં કેવલજ્ઞાન
તગણમાં સુરતર વડો, દાનમાં અભય પ્રધાન ૧૫. વિમલાચલ સર્વતીર્થમાં, તીર્થપ દેવ મઝાર
સઘલા ગુણમાંહે વડો, તીમ સમકિત ગુણસાર
ઢાળ
(રાગ : ત્રીજે ભવ વર થાનક તપ કરી...) જેહથી મોહની દૂરે નાસે, ભવ ગણતીએ ગણાય, તે સમ્યગ દર્શન પદ નમતાં, જન્મ મરણ દુઃખ જાય ભવિકા ! નિર્મલ દર્શન કીજે, જિમ અક્ષય સુખ લીજે રે.. ભવિકા... ૧
ચરણ રહિત સિદ્ધિ પદ પામે, સમકિત રહિત ન કોય, નાણ નહી સમકિત વિણ લેખે, કિરિયા પણ નવિ હોય રે... ભવિકા.. રા અંતર્મત પણ જે પ્રાણી, ફરસે દર્શન સોય, અડધા પુદગલ પરિયટ્ટમાં તે, નિશ્ચિત રે ભવ તોય રે. ભવિકા. ૩.
સડસઠ ભેદે અલંક્યું જે, ગુણ અનંતની ખાણ દુવિધ ધર્મનું મૂલ વલી તે, સમતિ દર્શન જાણ રે.. ભવિકા. મજા અરિહંત ભક્તિ સુગુરુની સેવા, સંઘ સયલ બહુમાન, તે સવિ સમકિત નિર્મલકારક, અવિચલ પદવી નિદાન રે. ભવિકા... પા કેવલી ભાષિત વયણની શ્રદ્ધા, કરીએ મન વચ કાય અવિરત જિન માણેકપદ પૂજી, હરીએ સર્વ સમુદાય રે. ભવિકા.. II II
મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
- 588