________________
સર્વ જીવોનાં હિતને માટે, કાયા મનની પ્રવૃત્તિ રે,
જૈન ધર્મની સેવા ભક્તિ, કરવાની છે રીતિ રે....પૂ.. ૮ સર્વ લોકનાં દુઃખો હણવા, સહેજે સમર્પાય જાય રે-પૂ સુખ દુઃખ આવે હર્ષે ન શોચે, સાક્ષી ભાવ સુહાય રે... પૂ. II
નામને રુપમાં મોહ રહે નહિ, કર્તવ્યો જ કરાય રે, - જ્ઞાનગ્નિમાં મોહકાષ્ઠને હોમી, મુક્તિ ક્ષણમાં પાય રે.... પૂ.. ૧૦ માનપૂજાની હોય ન વૃત્તિ, ધાર્મિક હોય પ્રવૃત્તિ રે, બાહ્યાભ્યતર તપને તપતાં, પ્રગટે અનંતી શક્તિ રે.. પૂ. ૧૧
આતમને પરમાતમ કરવાં, તપ છે સાધન સત્ય રે,
બુદ્ધિસાગર મંગલ પામો, તપથી કરી શુભકૃત્ય રે...... પૂ... ૧૨ા (રાગ : વીરકુમરની વાતડી કોને કરીએ..) વાસનારોધક તપ તપ નરનારી, મનથી ઇચ્છાઓ નિવારી કરો આત્મશુદ્ધિ જયકારી, શુભાશુભ પરિણતિ વારી રહો આતમ મગન્ન... વાસના. ૧૩
નિશ્ચયતપ ક્ષણ માત્રમાં શિવ આપે, શુદ્ધ કેવલ જ્ઞાને છાપે,
પૂર્ણ આનંદ ઘટમાં વ્યાપે, રહો તપથી પ્રસન્ન... વાસના. ૧૪ કામાદિક મોહવૃત્તિયો સહુ ટાળો, શુદ્ધ આત્મસ્વરુપ નિહાળો, ભેદભાવની વૃત્તિ બાળ, રાખો નિર્મળ મન... વાસના.... ૧૫
આત્મજ્ઞાનને ધ્યાનથી છે સમાધિ, ટળે આધિ વ્યાધિ ઉપાધિ,
લહો મુક્તિ તપ આરાધી, બનો જીવન્મુક્ત... વાસના.. ૧૬ / નિશ્ચયતા પુરુષાર્થથી ભવિ પામે, બની નિર્વિષયી મુક્તિ પામે, પરબ્રહ્મ બની કરો કામે, બુદ્ધિસાગર વેશ.... વાસના..... ૧ળા
કળશ.
(રાગ : ધન્યા થી...) ગાયાં ગાયાં રે એમ ભાવથી ગાયાં, પ્રભુ મહાવીર દેવે પ્રકાશ્યો, તે મેં ભાવથી વ્યાયા રે, એમ... ૧
ચારનિક્ષેપે સાત નયે જે, નવપદનું કરે જ્ઞાન, સિદ્ધચક આરાધી ધ્યાઈ, પોતે બને ભગવાન રે.. એમ..... મેરા આંબિલ ઓળી આદિ તપથી, નવપદને આરાધે, પદ પદ મંગલ ઋદ્ધિસિદ્ધિ, મુક્તિને તે સાથે રે... એમ. સા.
-570