SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દંભને નિર્લોભ ભાવે રહેવું, સુખદુ:ખ સમભાવે સહેવું રે, દેશવિરતિ સર્વવિરતિ ભેદે, આઠ બાર કષાય ન વેદે રે... ચારિત્ર.. ॥૩॥ રાંક જીવો પણ ચારિત્રને પાળી, પામ્યા મુક્તિવધૂ લટકાળી રે, શુકલ શુકલ પરિણામ વધતા, એ તો અનુભવે જ્ઞાની સંતા રે... ચારિત્ર.. II૪II મૈત્રી પ્રમોને માધ્યસ્થ ભાવે, કરુણાએ હૃદય શુદ્ધ થાવે રે, નિર્મમ નિરહંકારે પ્રણામે, સત્ય અપ્રતિબદ્ધતા જામે રે... ચારિત્ર.. ॥૫॥ અસ્તેય બ્રહ્મચર્ય સંતોષે, તજી વ્યસનને સદગુણ પોષે રે, મિત્ર શત્રુપર રાગ ન રોષ, નહિં નિન્દક દષ્ટિનો દોષ રે.. ચારિત્ર.. ॥૬॥ તૃણમણિ પર સમભાવની વૃત્તિ, રહે મનમાં ન વિષયાસક્તિ રે, આવે અનુભવ સુખની ઘટમાં ખુમારી, થાય કર્યો સકલ ઉપકારી રે... ચારિત્ર થાય પરમાર્થપદની યોગ પ્રવૃત્તિ, દોષ અલ્પને બહુ ધર્મનીતિ રે, બાહ્યકર્મ કરે પણ મોહ ન એહમાં, ફ્લુ આશા રહે નહિં તેમાં રે.. ચારિત્ર. ॥૮॥ અતિચાર દોષ સહુ પ્રગટયા વારે, મળ્યો માનવભવ નહીં હારે રે, શુદ્ધ ઉપયોગથી નિજ આત્મ પ્રકાશે, શુભ અશુભ ન મનમાં ભાસે રે.ચારિત્રIIII પૂજો ગાવોને એહ મનમાં ધ્યાવો, લેવો ચારિત્ર સત્ય લહાવો રે સંયમી મુનિનાં દર્શન દુ:ખહારી, સેવો ચારિત્રીને નરનારી રે.. ચારિત્ર.. ॥૧૦॥ સમકિતવંતાને ચારિત્રની ઇચ્છા, કરી પુરુષાર્થ ગ્રહે દીક્ષા રે, ધર્મ શુક્લધ્યાને આતમ ઋદ્ધિ, બુદ્ધિસાગર મંગલસિદ્ધિ રે.. ચારિત્ર.. ॥૧૧॥ (રાગ : માયા કારમી રે માયા ન કરો ચતુર સુજાણ...) આતમગુણો વિના રે, હોળી રાજા સરખો વેષ, ભવોભવ જીવડાં રે, પામ્યા આધિ વ્યાધિ કલેશ, ગુણવિણ આડંભર શા ખપનો, બાહ્મક્રિયા વ્યવહારે, વેષ ક્રિયા છે ગુણને માટે, જાણે તે નિજ તારે... મોહ વને નહિ મનડું ભમતું, ધ્યાન સમાધિ યોગે રે, જડમાં સુખની રહે ઇચ્છા, આતમ સુખના ભોગે... આતમ.. ॥૧૩॥ દુર્ગુણ દોષે ટાળી સઘળાં, આત્મગુણો પ્રગટાવો રે, ચિદાનંદ ઉપયોગ રમણતા, ચારિત્ર જ તે લ્હાવો.... આતમ.. ||૧૪|| મોહનો ઉપશમ ક્ષયોપશમને, ક્ષાયિકભાવ જે કરવો રે, નિર્વિકલ્પ સમાધિયોગે, પરમાનંદને વરવો.. આતમ.. ।।૧૫। આત્મોપયોગે આત્મરમણતા, નિશ્ચયથી ચારિત્ર રે, બુદ્ધિસાગર પૂર્ણાનંદી, આતમ પૂર્ણ પવિત્ર..... 568 આતમ... ||૧૨॥ આતમ... ||૧૬॥
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy