________________
વિમતિ ગદાદિન ભવ્યને, જિમ ધવંતરી તેમ
શાસ્ત્ર રસાયણ યોગથી, કરે સજ સુક્ષમ.... નમો..... અક્ષર બાવના ચંદને, ઉપશામક અધતાપ: શ્રી ગુરમીશ પાને નમતાં મોદ અમાપ... નો.. પ.
જા
દુહો ગણચિંતક યુવરાજ જે, અનુગ્રહ જીવનવન્ત; પણવીસ ગુણ ધ્યાવો, મુદા, દ્રવ્ય સૂરિપદ સંત |
ઢાલ-રજી
(જગજીવન જગ વાલ હો.. એ રાગ) ધન્ય ધન્ય તે ઉવઝાયને, ગણરક્ષણ સાવધાન લાલરે અનુપમ તપ સઝાય જે, તત્પર તત્થ સુજાણ લાલરે... ધન્ય [૧]
ક્ષીરનીર પિયુષ સારિખા, ઉભય સંવેગ પ્રધાન લાલરે,
તે શ્રુતબોધે તોષતા, ભવિજન કરુણા સ્થાન લાલરે.. ધન્ય... ૨ | કૌશલ નય ગમ ભંગમાં, ઇતર સમય વૈદધ્ય લાલરે, વિજ્ઞાન દ્વાદશ અંગનું, પ્રાપક તેહ અનન્ય લાલ રે... ધન્ય... ૩
બ્રાહ્મી લક્ષ્મી ધૃતિ પાસમાં, જસ વાચક આધાર લાલરે,
તે કિમ જેય કુતીર્થિઓ, સ્યાદ્વાદમત સુવિચાર લાલરે... ધન્ય...//૪ દીપકમાર્ગ પ્રકાશને, અંગ અખ્ખર પણિહાણ લાલરે, શ્રી ગુરુનેમીશ પદ્મ ને, દાયગ નાણ નિહાણ લાલરે.. ધન્ય.. પા.
કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણ જાણવા
શ્રી સાધુપદ પૂજા
( દુહો આગમ તિમ નોઆગમે, અનિલય પય પણિહાણ; જ્ઞાતા ઉપયોગી પુરે, કિરિયા સહ પર જાણ વI.
નામાદિક ચઉહા ક્રમે, નામ મૂર્તિપદ યોગ્ય;
તણુ વિચાર નિબંધણે, અનુપમ ચરિત તે ધન્ય મૂલોતર ગુણનન્દને રમતા રમતાવાસ સચ્ચ સાહુ શિવસાહગા વન્દદો ભાવવિકાસ |
519)
||૨ ||