________________
સ્થગીધર થઈ સુખે રહે રે લોલ, જ્યાં ત્યાં પામે માન જો, હવે વહાણમાં જે થઈ વાતડી રે લોલ, તે સાંભળજો દઈ ધ્યાન
જો.... નવપદ... ॥૩॥
શેઠ હૈયે હરખે મુખથી રડે રે લોલ, સુણી સુંદરીને થયો સંતાપ જો, થઈ બેભાન સખીઓ સાર કરે રે લોલ, ચેતન વધ્યુંને કરે વિલાપ જો.... નવપદ.... ॥૪॥
હે નાથ ! અમને મૂકી કયાં ગયાં રે લોલ, કોણ થાશે અમારો આધાર જો, ત્યારે શેઠ આવી કહે તેહને રે લોલ, નાથ થઈને લઈશ સંભાળ
જો.... નવપદ.... ॥૫॥ ઇંગીત વચને તેનું મન જાણીયું રે લોલ, કર્યો બેઉએ નિશ્ચય મનમાંય જો, પડી સાગરમાં શિયળ રાખીએ રે લોલ, નથી બીજો કોઈ ઉપાય
જો..... નવપદ... ॥૬॥
શિયળ પ્રભાવથી દેવો આવીયાં રે લોલ, આપ્યાં કુંવરનાં સમાચાર જો, દેવે શિક્ષા આપી ત્યાં રે લોલ, હેમ નમે નવપદ મનોહાર
(415)
જો......... નવપદ.... ॥૭॥
(૬) શ્રીપાલ સુખ લહે
(રાગ : રાખનાં રમકડાં...)
શ્રીપાલ સુખ લહે પુણ્યથી, દેખી ધવલ પીડાય રે, કુબુદ્ધિ આપી તે ડૂંબને, રાજદ્વારે જઈ ગાય રે.... રાજા કહે માંગો તે આપું, હૂંબ માંગે છે સન્માન રે, શ્રીપાલ હાથે તેહને, દેવરાવે છે પાન રે.... કુંવરને દેખી ભેટી પડયા, રાજાને શંકા થાય રે, વંશ મારો વટલાવીયો, આ તો ઠૂંબ દેખાય રે....
રોષ કરી તેને મારવા, નરપતિ તૈયાર થાય રે, પુત્રી આવી કહે તાતને, આચારે કુળ પરખાય રે.... રાજા પૂછે જમાઈને, કહો તુમ કુળ વંશ નામ રે, કુંવર કહે ત્યારે તેહને, નવિ કહું નિજ નામ રે...
યુદ્ધ કરી કુળ ઓળખો, નહિ તો આવ્યા જે વહાણ રે,. પ્રિયા છે તેહમાં માહરી, તેહને પૂછીને જાણ રે....
શ્રીપાલ..... ॥૧॥
શ્રીપાલ..... ॥૨॥
શ્રીપાલ.... ॥૩॥
શ્રીપાલ.... ॥૪॥
શ્રીપાલ.... ॥૫॥
શ્રીપાલ... ॥૬॥