________________
(૩૫) રાગ : મનોહર મૂર્તિ મહાવીર તણી અરિહંત સિદ્ધ જપીઈ આયરિય, ઉવજ્ઝાય સાહુ ઉત્તમ ચરિય પ્રંસગ્રહ નાણ સુચરણ ત્રાઈ, સિરિ સિદ્ધચક એ નવપયાઈ... ત્રિહુ ચવીશી બહુત્તરી જિનેશ, શાસય જિન ચારઈ હરઈ કિલેશ જયવંતા વીસ વીહરમાન, સિદ્ધચક્ર તિહુઁ કરઉ કલ્યાણ.... દશમુ પૂરવ વિજ્ઝાય પરવાય, તિહુઁ બોલઉ તણઉ ઉપાય, તે સહિતુ અવર જે સિદ્ધન્ત, તે ધ્યાય હૈડિઈ જિનમંત....
11311
ચક્કેસરી દેવી વિમલદેવ સિરિ રિસહ જિનેસર કરયઈ સેવ: ભણી નન્નસૂરિ સિરિ સિરિપાલ, જિમ સિદ્ધચક્ર તીંહાઁ કરઈ ખેમ..... ॥૪॥
(૩૬) રાગ : રઘુપતિ રાઘવ રાજા રામ
આસો ચઈતર થકી ઓળી કરો, સુદ સાતમથી હઈડ ધરો; સિદ્ધચક્રની પૂજા કરો, ભવસાયર લીલાએ તરો...
સિદ્ધચક્રજીનો તપ છે સાર, અનંત ચોવિશી એ નિરધાર નવપદ ધ્યાન ધરો નરનાર, જેમ પામો સુખ સંપત્તિ સાર... શ્રીપાળ કુમારજીનો ટાળ્યો રોગ, નમણ થકી પામ્યા સંજોગ; એ તપનો છે મહિમા ઘણો, પૂજો વંદો વિજન ભણો.... શ્રી વિમલેસર જેનો જક્ષ, પ્રત્યેક પ્રણમે તે પ્રત્યક્ષ, આપો અવિચલ હેજે દાન, દેવી ચઢેસરી જય જયકાર...
(૩૭) રાગ : રઘુપતિ રાઘવ રાજા રામ શ્રી સિદ્ધચક્રનો તપ છે સાર, અનંત ચોવિશી એ નિરધાર એ તપનો તો મહિમા ઘણો, પૂજો ને વંદો ભવિયણ જનો.... આસો ચૈત્રની ઓળી કરો, સુદી સાતમથી હિયડે ધરો નવપદની તો પૂજા કરો, જિમ ભવસાયર લીલાએ તરો.... શ્રીપાળ કુંવરનાં ટાળ્યા રોગ, પામી નમણ તણો સંયોગ શ્રી સિદ્ધચક્રનો મહિમા ઘણો, પૂજોને વંદો ભવિષણ જનો.... શ્રી વિમલેસર મોટો યક્ષ, પ્રગટ પ્રમાણે તે પ્રત્યક્ષ આપે તે અવિચલ ઋદ્ધિ અપાર, દેવી ચક્કેસરી જય જયકાર...
(221
11911
11211
11911
11211
11311
॥૪॥
119 11
11211
11311
॥૪॥