________________
II૧ |
Imal
II૪ો .
(૩૨) રાગ : મનોહર મૂર્તિ મહાવીર તણી ભવિ સિદ્ધચક પૂજા કરો, નવ આંબિલ ઓળી આદરો; વિધિશું વ્રત ચોથું ચિત્ત ધરો, જિનપૂજા ત્રણ ટંક અનુસરો... જિન સિદ્ધસૂરિ પાઠક ભલા, મુનિ દર્શન નાણ ચરણ કલા;
તપ એ નવપદ અતિ ગુણ નીલા, આરાધક પુરુષની જય બલા... | ગૌતમ શ્રેણીક નૃપને કહે, આરાધે નવપદ તેહ લહે શિવમારગ નવિ તે દુઃખ સહે, આગમમાંહિ પ્રભુ ઈમ કહે.
શ્રીપાલ તણા જિમ દુઃખ હરે, વિમલેશ્વર સુર સાન્નિધ્ય કરે; ગુરુ ઉત્તમવિજય જે અનુસરે, કહે પદ્મવિજય સુખ તે વરે....
(૩૩) શ્રી સિદ્ધચક આરાધીએ, તમે નવિ કરો અંગ ઉપાધિએ, તવ કર્મ નવાં નવિ બાંધીએ, અનુકમે ઈમ શિવસુખ સાધીએ.. ૧.
મારગ દેશક અવિનાશી વલી, અનુયોગ કથક પાઠક મલી શિવસાધક દર્શન નાણ કલી, વ્રત તપ નવ સાધો મનરલી... ||૨|| વિધિશું આરાધન કીજીએ, ઉજમણામાં હરખીજીએ; ઈમ આગમમાંહી વંદીજીએ, ઈમ શિવસુખ ભવિકા લીજીએ... સિદ્ધચક તણી સેવા કરતો, ઉત્તમ ગુરુનાં પદકજ નમતો; તીમ પદ્મવિજયના દુઃખ હરતો, વિમલેશ્વર નીત ચિત્ત ધરતો....
II૪ો
(૩૪)
II૧ાા
સિદ્ધચક્ર વર પૂજા કીજે, અહનિશિ તેમનું ધ્યાન ધરીએ, ધ્યાન સાર સહુ ક્રિયામાંહી, તીણે આરાધો ભવિ ઉદ્ઘાંહિ... અરિહંત સિદ્ધ સૂરિ પ્રણમીએ, પાઠક મુનિ દર્શન પદ નમીએ, જ્ઞાન ચારિત્ર કરો તપ ભવિયાં, જિમ કહો શાશ્વત સુખ ગહગહિયાં.... જરા આરાધી પામ્યા ભવપાર, મયણાને શ્રીપાલ ઉદાર, સુણીયે તાસ ચરિત્ર રસાલ, જિમ લહી સુખ મંગલમાલ... વિમલેસર સુર સાનિધ્યકારી, મનવાંછિત પૂરે નિરધારી, પદ્રવિજય કહે તપ શ્રીકાર, કરતાં લહીએ જયજયકાર....
I૪
IN૩ો .