________________
નવકાર મંત્રની રાજઝાય શ્રી નવકાર જપો મનરંગે, શ્રી જિનશાસન સાર રે; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં યે જયકાર રે.. થી ... ૧
પહેલે પદ ત્રિભુવન જન પૂજિત, પ્રણમું શ્રી અરિહંત રે; અષ્ટકર્મ વરજિત બીજેપદ, ધ્યાવો સિદ્ધ અનંત રે.... શ્રી ... ૨
આચારજ ત્રીજે પદ સમરું, ગુણ છત્રીસ નિધાન રે; ચોથે પદ ઉવઝાય જપીયે, સૂત્ર સિદ્ધાંત સુજાણ રે... શ્રી ... ૩ | સર્વ સાધુ પંચમપદ પ્રણમું, પંચ મહાવ્રત ધાર રે, નવપદ અષ્ટ ઈહાં છે સંપદા, અડસઠ વરણ સંભાર રે.... શ્રી .... ૪
સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર રે; સાત સાગરનાં પાતક વર્ષે. પદ પંચાલ વિચાર રે... શ્રી . ૫
સંપૂરણ પણસય સાગરનાં, જાયે પાતક દૂર રે; ઈહભવ સર્વશલ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર રે. શ્રી ... ૬
યોગી સોવનપુરિસો કીધો, શિવકુમાર ઈણે ધ્યાન રે; સર્પ મિટી તિહાં ફૂલમાળા, શ્રીમતીને પરધાન રે... શ્રી . ૭
જક્ષ ઉપદ્રવ કરતો વર્યો, પરચો એ પરસિદ્ધ રે; ચોર ચંડપિંગલને હંડક, પામે સુરતણી રુદ્ધ રે..... શ્રી .... ૮
એ પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ, ચૌદ પૂરવનો સાર રે, ગુણ બોલે શ્રી પદ્ધરાજ ગણી, મહિમા જાસ અપાર રે.... શ્રી . ૯
સ્તુતિ વિભાગ શ્રી નવપદજીની સ્તુતિઓ
૧
.
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણે ભરીયાજી ભવિક જીવના ભાવ ધરીએ, રાજગ્રહી સમોસરીયાજી શ્રેણીક રાજા વંદન આવ્યા, ગૌતમ નયણે નીહાળ્યાજ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, અભિગમ પાંચે પાળ્યા છે.....
સજલ જલદ જિણી પરે ગાજે, ગોયમ મેહને સાદે જી. દસ દષ્ટાંતે લહી માનવ ભવ, કાં હારો પરમાદે છે. નવપદ ધ્યાન ધરીને હીયડે, શ્રી સિદ્ધચક્ર આરાધોજી.
- 202)