________________
જાણી પ્રાણી લાભ અનંત, સેવો સુખદાયક એ મંત્ર... ભ.. ઉત્તમસાગર પંડિત શિષ્ય, સેવે કાંતિસાગર નિશદીશ. ભ. ૫
(૨૨) શ્રી મુનિચંદ્ર મુનિશ્વર વંદી, ગુણવંતા ગણધાર સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, જેમાં પુષ્કર જલધાર સુજ્ઞાની-શ્રી મુનિ-૧
અતિશય જ્ઞાની પર ઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર સુજ્ઞાની શ્રી શ્રીપાલ ભણી જાપ આપીયો, કરી સિદ્ધચક ઉદ્ધાર સુજ્ઞાની-શ્રી મુનિ-૨
આંબિલ તપ વિધિ શીખી આરાધ્યો પડિક્રમણા હોય વાર સુજ્ઞાની અરિહંતાદિક પદ એક એકનું, ગણણું દોય હજાર સુજ્ઞાની-શ્રી મુનિ...૩
પડિલેહણ દોય ટંકની આદરે, જિનપૂજા ત્રણ કાળ સુજ્ઞાની બ્રહ્મચારી વળી ભોંય સંથારે, વચન ન આળપંપાળ સુજ્ઞાની-શ્રી મુનિ-૪
મન એકાગ્ર કરી આંબિલ કરે, આસો ચૈતર માસ સુજ્ઞાની સુદી સાતમથી નવદિન કીજીએ, પૂનમે ઓચ્છવ ખાસ સુજ્ઞાની-શ્રી મુનિ...૫
એમ નવ ઓળી એકાશી આંબિલે, પૂરી પૂરણ હર્ષ સુશાની ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચાર રે વર્ષ સુજ્ઞાની-શ્રી મુનિ...૬
એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીર્તિ રે થાય સુજ્ઞાની રોગ ઉપદ્રવ નાસે એહથી, આપદા દૂરે પલાય સુજ્ઞાની-શ્રી મુનિ....૭
સંપદા વાધે અતિ સોહામણી, આણા હોય અખંડ સુજ્ઞાની મંત્ર જંત્ર તંત્ર સોહતો, મહિમા જાસ પ્રચંડ સુજ્ઞાની-શ્રી મુનિ..૮
ચક્રેશ્વરી જેહની સેવા કરે, વિમલેશ્વર વળી દેવ સુજ્ઞાની મન અભિલાષા પૂરે સવિ તેહના, જે કરે નવપદ સેવ સુજ્ઞાની-શ્રી મુનિ...૯
શ્રીપાલે તેણી પર આરાધ્યો, દૂર ગયો તસ રોગ સુજ્ઞાની રાજઋદ્ધિ દિન દિન પ્રત્યે વધતો, મન વાંછિત લો ભોગ સુશાની-શ્રી મુનિ.૧૦
અનુક્રમે નવમે ભવ સિદ્ધિ વર્યા, સિદ્ધચક સુપસાય સુજ્ઞાની એણીપરે જે નિત્ય નિત્ય આરાધશે, તસ જસ વાદ ગવાય, સુજ્ઞાની-શ્રી મુનિ-૧૧
સંસારિક સુખ વિલસી અનુકમે, કરીએ કર્મનો અંત સુજ્ઞાની ઘાતિ અઘાતિ ક્ષય કરી, ભોગવે, શાશ્વત સુખ અનંત સુજ્ઞાની-શ્રી મુનિ-૧૨ -
એમ ઉત્તમ ગુરુ વયણ સુણી કરી, પાવન હુઆ બહુ જીવ સુજ્ઞાની પદ્યવિજય કહે એ સુરતરુ સમો, આપે સુખ સદેવ સુજ્ઞાની-શ્રી મુનિ...૧૩
-190