________________
(૨૦) ગોયમ નાણી હો કે, કહે સુણો પ્રાણી મારા લાલ, જિનવર વાણી હો કે, હિયડે આણી મારા લાલ,
આસો માસે હો કે, ગુરુની પાસે મારા લાલ, નવપદ ધ્યાનસે હો કે, અંગ ઉલ્લાસે મારા લાલ..૧
આંબિલ કીજે હો કે, જિન પૂછજે મારા લાલ, જાપ જપીજે હો કે, દેવ વાંદીજે મારા લાલ, ભાવના ભાવો હો કે, સિદ્ધચક્ર ધ્યાવો મારા લાલ, જિનગુણ ગાવો હો કે, શિવસુખ પાવો મારા લાલ.....૨
શ્રી શ્રીપાલે હો કે, મયણાં બાળાએ મારા લાલ,
ધ્યાન રસાલે હો કે, રોગ જ ટાળે મારા લાલ, સિદ્ધચક્ર ધ્યાવો હો કે, રોગ ગાયો મારા લાલ, મંત્ર આરાધ્યો હો કે, નવપદ પાયો મારા લાલ....૩ ભામિની ભોળે હો કે, પહેરી પટોળી મારા લાલ,
સહિયર ટોળી હો કે, કુંકુમ ઘોળી મારા લાલ, થાળ ચોળી હો કે, જિન ઘર ખોલી મારા લાલ, પૂજી પ્રણમી હો કે, કીજે ઓળી મારા લાલ.....૪ ચૈત્રે આસો હો કે, મનને ઉલ્લાસે મારા લાલ, નવપદ ધ્યાસે હો કે, પંડિતરાય મારા લાલ,
ઉત્તમ સાગર હોકે પંડિત રાય માઠાલાલ, સેવક કાંતિ હો કે, બહુ સુખ પાયા મારા લાલ...૫
(૨૧) સેવો રે ભવિ નવકાર, જપે શ્રી ગૌતમ ગણધાર, ભવિ સાંભળો હાં રે સંપદ થાય ભ.હાં રે સંકટ જાય... ભ.... આસોને ચૈત્રે હરખ અપાર, ગણણું કીજે તેર હજાર.. ભ. ૧ ચાર વર્ષને વળી પટ્ માસ, ધ્યાન ધરો ભવિ ધરી વિશ્વાસ. ભ... ધ્યાયો રે મયણા સુંદરી શ્રીપાળ, તેહનો રોગ ગયો તત્કાળ. ભ...૨
અટકમલ દલ પૂજા રસાળ, કરી હવણ છાંટ્યુ તત્કાળ... ભ. સાતસો મહીપતે તેહને રે ધ્યાન, દેહડી પામ્યા કંચનવાન. ભ... ૩
મહિમા કહેતાં નાવેપાર, સમરો તણે કારણ નવકાર. ભ... ઈહભવ પરભવ દીએ સુખવાસ, પામે લચ્છી લીલ વિલાસ.. ભ....૪
189