________________
બીજે પદ સિદ્ધ શોભતા રે, ત્રણ ભુવન નહીં લોભતા રે, તમે કોઈ ઉપર નહીં કોપતા રે, અલબેલાની.. પા. ત્રીજે પદ સુખ પામીએરે આચારજ શીર્ષ નામિયેરે, અટકર્મ દુઃખ વામીએ રે, અલબેલાની.. દો. ચોથે પદે ઉવજઝાયને, સમરે સંપત્તી થાય રે, દુઃખ દોહગ સહુ જાય રે, અલબેલાની... પાંચમે પદે સુખે વસે રે, સાધુ સકલ હૈયે ધરો રે, ભવસમુદ્ર હેજે તરો રે, અલબેલાની... I૮ સમક્તિ સરખી સુંદરી રે, ખટપટને મુકી પડી રે, શિવસંદરી સ્ટેજે વરો રે, અલબેલાની... લા. જ્ઞાન ચારિત્રને તપનો રે, ચૌદ ક્ષેત્રમાં ખપતો રે, નવપદ વિના નહીં જપતો રે, અલબેલાની... ૧૦ નવપદ નિધે જાણીએ રે, શિવચંદરી મન માનીએ રે શુભવીર વિજયની વાણીએ રે, અલબેલાની.... ૧૧
(૧૧) રાગ : દેખ તેરે સંસાર કી હાલત.. શ્રી સિદ્ધચક્ર યંત્રને સેવો, ધરી દિલમાં શુભ ધ્યાન, છે શ્રી નવપદ મોક્ષ વિમાન... (૨) ભવ અટવીને પાર કરાવે, રાખીએ જો ઈમાન-હો શ્રી... II અઢાર દોષથી મુક્ત જાણો, ત્રણ ભુવનનો અરિહંત રાણો, કર્મ અટકને કરીને દૂરે, સુખ પામ્યા શ્રી સિદ્ધ ભરપૂરે, મદને મારી દેવ આરાધો, લેવા મુક્તિ વધુ માન-છે શ્રી એ. કેરા પંચાચાર જે પાળે પળાવે, શાસનદિપક સૂરિજી ભાવે, આગમ અનુપમ હોંશે ધરતા, સારણાદિક શ્રી વાચક કરતા, મોક્ષ માર્ગને સાધતા એવા, સાધુ સેવો એકતાન - છે શ્રી ... આવા જીવાજીવાદિ તત્ત્વોની શ્રદ્ધા, ન ધરીએ તો બનીએ ગદ્ધા, ભાનુ અજ્ઞાન તિમિર કાજે, શ્રી શ્રુતજ્ઞાન જગમાં રાજે, નિર્મળ હૃદયે ધારણ કરતાં, શમે ભવનાં તોફાન છે શ્રી ... ૪
_108