________________
મધ્ય ભાગે સિદ્ધરાજ સોહે રક્ત વર્ણ ગુણ આઠ રે ભવિયા, દક્ષિણે આચારજ હોવે પીતવાન છત્રીસ ગુણ શોભે રે ભવિયા ॥૨॥ પશ્ચિમે જાણ ગુણ પચવીશ વાચક દ્વાદશાંગી રે ભવિયા,
ઉત્તર દિશે સોહે ઘનવાન ગુણ સત્તાવીશ તપે રે ભવિયા ॥૩॥ નાણ નમુ અગ્નિખૂણે ભેદ એકાવન ઉજ્વળ વર્ણ રે ભવિયા, નૈઋત્ય ખૂણે દર્શન રાજે, ધવલા સડસઠ ભાંજે રે ભવિયા ॥૪॥ વાયુ ખૂણે ચારિત્ર ભલુ રે, સીત્તેર ગુણ પવિત્ર રે ભવિયા
ઈશાન ખૂણે તપ તપતાં ખટ્ બાહ્ય અત્યંતર વિરાજે રે ભવિયા ॥૫॥ એમ નવપદ જે પૂજે તેનાં રોગ સકલ તીહાં જે રે ભવિયા, સાથે નવપદ સેવ્યા ચાખે, મુક્તિપદ મેવા રે ભવિયા ॥૬॥
ઢાળ-૯
નવપદ મહિમા સાંભળે વીર ભાખે હો જિન ધર્મનો મર્મ કે, પર્ષદા બાર મળી તિહાં દેવ દેવી હો નરનારીના વૃંદ કે-નવપદ..... ॥૧॥ જૈન ધર્મ જગ સુરતરુ જે સેવે હો ધરી ચિત્ત ઉદાર રે,
આ ભવ પરભવ સુખ લહે જે પામ્યા હો ઉંબર શ્રીપાળ કે-નવપદ... ॥૨ પૂછે ન્રુપ પ્રણમી પભુ કોણ નૃપતિ હો કુંવર શ્રીપાળ કે,
એણે ભવે સુખ સંપદા કેમ પરભવે હો લહયા સ્વર્ગ નિધાન કે-નવપદ. III કહે ગૌતમ શ્રેણીક સુણો તમને દાખુ હો શ્રીપાળ ચરિત્ર કે,
નિદ્રા વિકથા પરિહરો વળી સાંભળી હો કરો શ્રવણ પવિત્ર કે-નવપદ ॥૪॥ અંગ અનોપમ દેશમાં નૃપ પામે હો સિંહરથ ભૂપાળ કે, રાણી કમલપ્રભા દેવી તસ અંગજ હો કુંવર શ્રીપાળ કે-નવપદ ગુરુમુખ નવપદ ઉચ્ચર્યા નૃપ સેવે હો ધરી ચિત્ત ઉદાર કે, ભક્તિ કરે ગુરુદેવની વ્રત પાળે હો સમકિત શું બાર કે-નવપદ પૂર્વે નવપદ આચર્ચા, શ્રીકંત રાજા હો શ્રીકાંત કે,
...
॥૫॥
॥૬॥
તેણે પુણ્ય ઋદ્ધિ રમણી વળી લીધો હો સ્વર્ગ નવમો સાર કે-નવપદ..।।૭।। આઠ સખી શ્રીકાંતની તે રાખે હો નવપદ શું પ્રેમ કે,
તે પુન્યે નૃપફુલ ઉપની, થઈ મયણાની તે આઠ બેન કે-નવપદ... ॥૮॥ દેશના સુણી નૃપ રંજીયો, હર્ષિત થયા હો નગરીના લોક કે,
ભકિત કરે સિદ્ધચક્રની કહે ધન ધન હો શ્રી જૈનધર્મ પોત કે-નવપદ..।।૯।।
105