________________
४२४
મલયસુંદરી ચરિત્ર કર્મ ! કે કે વેરભાવ ? ઉદ્યાનને રખેવાળ પણ આ વેળાએ કોઈ પ્રબળ કારણથી હાજર થઈ શક્યો ન હતો. લેકેના સંચારના અભાવે ભૂમિભાગ શાંત થયેલે દેખી, કનકવતી પિતાના હૃદયમાં ઘણે હર્ષ પામી
નજીકના ભાગમાં કોલસા બનાવવા નિમિત્તે સ્વાભાવિક જ કોઈ મનુએ લાકડાં લાવી મૂક્યા હતાં, તેને મોટા ઢગવા ત્યાં પડ હતો તે લાકડાં વડે કરી કનકવતીએ કાર્યોત્સર્ગ પણે રહેલા મુનિના શરીરને મસ્તક પર્યત ચારે બાજુએ ઘેરી લીધું. અર્થાત તે મુનિની ચારે બાજુ તે લાકડાં ખડકી દીધાં કે જેથી મુનિનું જરા માત્ર પણ શરીર દેખાઈ ન શકે. | મુનિના આ પ્રમાણે કષ્ટથી વિટતાં તેણીએ ચતુર ગતિના નાના પ્રકારના દુઃખથી પિતાના આત્માને ઘેરી લીધે. જન્માંતરના વેરાનુબંધથી નિર્દય થઈ કનક્વતીએ ત્યાર પછી તે લાકડાની ચારે બાજુએ અગ્નિ લગાવી દીધું.
પિતાના ઉપર મરણાંત ઉપસર્ગ આવેલે જાણી તે મહાત્માએ પણ ત્યાં તેવી અવસ્થામાં ઉભા ઉભાં જ મન સાથે આરાધના કરી લીધી.
અગ્નિ પણ જાણે કનકવતીના પુણ્ય સંચયને મુળથી બાળી નાંખતે હેય તેમ મુનિના શરીરને બાળવાને પ્રવૃત્ત થયો. એ અવસરે મહાબળ મુનિ પણ દુઃસહ ઉપસર્ગને સહન કરતાં પિતે પિતાને બોધ આપવા લાગ્યા.