________________
૩૮૮
મલયસ દરી ચરિત્ર - પ્રિય મિત્રને રૂદ્રા, ભદ્રા અને પ્રિયસુંદરી નામે ત્રણ સ્ત્રીઓ હતી. રૂદ્રા અને ભદ્રા બે બહેને હતી. તેઓને આપસમાં સારી પ્રીતિ હતી. છતાં પ્રિય મિત્રને આ બંને.
એ ઉપર લેશ માત્ર પણ પ્રીતિ ન હતી, પણ પ્રિયસુંદરી. ઉપર તેને પૂર્ણ સ્નેહ હતું. આ કારણથી પ્રિય મિત્ર અને સુંદરી સાથે રૂદ્રા અને ભદ્રાને કલેશ કઈ પણ દિવસ શાંત થતું ન હતું. અર્થાત્ આપસમાં તેઓને નિરંતર કલેશ થયા કરતે હતે.
પ્રિય મિત્રને મદનપ્રિય નામને મિત્ર હતો. તે સુંદરી. ઉપર વિશેષ સ્નેહ રાખતા હતા. તેમજ તેના ઉપર તે આસક્ત થયેલ હતું. ઘણી વખત તે સુંદરી સાથે નર્મનેહનાં વાક્ય પણ બેલતા. એક દિવસ એકાંતમાં રહેલી. તે રૂપવાન સુંદરીની પાસે મદનપ્રિય કામ સંબંધિ પ્રાર્થના કરતે હતો. સુંદરીનું હૃદય પવિત્ર અને નિર્મળ હતું. તે પિતાના પતિ ઉપર પૂર્ણ સનેહ અને ભક્તિ રાખતી. હતી. તેમજ તેના પતિને પણ તેના ઉપર અનન્ય પ્રિમ હતે.
સુંદરી, મદનપ્રિયની પ્રાર્થનાને ધિક્કારી કાઢતી હતી. અને આજ પછી તે સંબંધમાં કાંઈ પણ ન બોલવા માટે. સમજાવતી હતી.
મદનપ્રિય, તે મદનપ્રિય થઈને વિષયને માટે પ્રાર્થના કર્યા કરતો હતે, એ અવસરે પ્રિય મિત્ર અકસ્માત ત્યાં આવી ચડે. તેણે ગુપ્તપણે ઉભા રહી આ સર્વ વૃત્તાંત