________________
દુખનું વાદળ-શીયળની કસોટી-કાને ઘેર વેચાણ ૨૪૭
ખરેખર સ્ત્રીઓ આવી દઢતાવાળી જ હોય છે. મરણાંત દુઃખ સહન કરે છે, તથાપિ સ્વધર્મથી ચલાયમાન થતી નથી, આવી ઉત્તમ અબળાઓથી આ ભારતભૂમ ગર્વિત છે તેમજ બીજા દેશો કરતાં આ દેશની સ્ત્રીઓ પોતાના શિયળ રક્ષણ અને એકજ પતિ માટે મગરૂરી ધરાવે છે.
મલયસુંદરીએ જ્યારે તે કારૂઓનું કહેવું માન્ય ન કર્યું ત્યારે તે નિર્દય યુવાન કારૂલેકેએ તેના શરીર ઉપર છેદ કરી, આખા શરીરમાંથી રૂધિર કાઢયું. આથી મલયસુંદરીને મહાવેદના સાથે મૂછ આવી ગઈ. છેડા દિવસ રૂધિર કાઢવું બંધ કરી, પાછું શરીરમાં રૂધિર ભરાયું કે ફરી પણ પુર્વની માફક રૂધિર કાઢી તે મહાસતીને વિડંબના કરી. આ પ્રમાણે મલયસુંદરીએ ત્યાં અનેક દુખને અનુભવ કર્યો.
તે વિચાર કરવા (ાગી કે અહ! મેં પૂર્વે મહાન પાપ ઉપાર્જન કર્યું છે, નહિતર એક પછી એક દુઃખની શ્રેણું મારા ઉપર કેમ આવી પડે? અરે ! હું ક્યાં ઉત્પન્ન થઈ? ક્યાં પરણી અને અત્યારે ક્યાં આવી પડી છું ? અને હજી પણ કેણ જાણે મારા ઉપર કેવી આફત આવી પડશે ? આ સર્વ વિપત્તિ મારે તે કઠેર હદય કરી સહન કરવી જ. કરેલ કર્મ ભેગવ્યા સિવાય છુટકે નથી જ,