________________
૭.
કયાંથી હોઈ શકે? કમલિનીએ ચિત્રકારને આ રીતે પૂછયું ત્યારે ચિત્રકારે જવાબ આપે કે આ મારી કલ્પના કે ચતુરાઈ નથી. પણ મેં જેવું દેખ્યું છે તેવું જ ચિત્રકામ કર્યું છે. આ અપ્રતિમરૂપ અચલપુરના મહારાજા શ્રી વિક્રમ ધનના પુત્રનું છે. સાક્ષાત્ જેઓ તેને જુએ છે ત્યારે આ ચિત્ર જોનારાઓ મને ચિત્રકાર તરીકે મૂર્ખ માને છે.
ભદ્રે ! આંખનાં અમૃતાંજન રૂપ તેને જોયા સિવાય પણ આ ચિત્ર જોઈ તુ આશ્ચર્ય અનુભવે છે. બાજુમાં ઉભી રહેલી ધનવતીએ પણ તે વાતોને સાંભળી તથા ચિત્રને જોયું. તેણીનું હૃદયકમલ કામબાણથી વિધાઈ ગયું. ધનવતી તે ક્ષણથી જ “ધનના પ્રત્યે અનુરાગવાળી થઈ ગઈ અને કીડાને પીડા માના પિતાના ઘેર ચાલી આવી, પરમાત્માના ધ્યાનમાં યોગિની જેમ એકતાન બનીને રહે છે. તેમ “ધનવતી એકતાનથી ધમાં જ પિતાનું ચિત્ત જોડીને સમસ્ત વિશ્વને ધનમય દેખાવા લાગી, નિદ્રા, ભૂખ, તૃષાદિની વેદનાથી રહિત ધનવતી દેવી સદેશ બની ગઈ
ત્યારે કમલિનીએ કહ્યું કે ક્યા પ્રકારના આધિ, વ્યાધિથી તું આ પ્રમાણે નિર્બળ, દુર્બળ, બની ગઈ છે? કૃત્રિમ કોધને બતાવતી ધનવતીએ કહ્યું કે અજાણ્યા માણસની જેમ તું આ પ્રમાણે કેમ પૂછે છે? કમલિનીએ. પિતાની ભૂલની માફી માંગી, અને કહ્યું કે એગ્ય વ્યક્તિમાં તારે અનુરાગ જઈને આદર ભાવથી એક તિષિને પૂછ્યું કે મારી સખી મનમાં ચિત્તવેલા પતિને પ્રાપ્ત