________________
૩૫૩
કરી, રાણીએ વિચાર કર્યો કે વણિક પત્નીએ મારી બીકથી આ જવાબ આપે છે. પદ્મશ્રીએ “ના” કહી એટલે રાણીની ઈચ્છા તથા માંગણી તીવ્ર થઈ. રાણીએ પિતાની ઈચ્છા પૂતિને માટે રાજાને કહ્યું. રાજાએ પણ મન્ત્રી દ્વારા હાર મંગાવીને મહારાણીને આપે. પિતાના પતિ તરફથી ઈચ્છા પૂર્તિ કરવા માટે જ સ્ત્રીઓ હમેશાં રત બને છે.
કૌતુકથી રાણીએ દિવ્ય હાર પહેર્યો, પરંતુ હારની દિવ્ય શક્તિથી રાણીનું આખું શરીર નાગપાશથી બંધાઈ ગયું. રાણી સર્પોને ફૂંફાડાથી ભયભીત બનીને રાજાને વળગી પડી, બાજુમાં ઊભા રહેલા લોકોએ રાજાને કહ્યું કે હે રાજન! ધનશ્રેષ્ઠિની પત્ની પદ્મશ્રીને દેવે તુષ્ટમાન થઈને આ દિવ્ય હાર આપેલ છે. દવે તે વખતે એમ કહ્યું હતું કે કોઈપણ સ્ત્રી આ હારને પહેરી નહિ શકે, રાજાએ “ધન” અને પદ્મશ્રીને બોલાવી હાર લઈ જવા માટે કહ્યું.
પદ્મશ્રીએ નવકાર મંત્રનું સ્મરણ કરી રાણીના દેહ. ઉપરથી હાર લઈ લીધે. રાણી ભયમુક્ત બની. નવકાર મંત્રના પ્રભાવથી તે હાર સર્પના ઉપદ્રવથી મુક્ત બની ગ. રાજાએ કૌતુકથી પૂછયું કે હે શ્રેષ્ટિ ! આ આભૂષણ તમે ક્યાંથી મેળવ્યું? “ધન” શ્રેષ્ઠિએ આદિથી અંત સુધીની તમામ હકીકત કહી સંભળાવી. હૃદયમાં વિસ્મયતાને ધારણ કરી, રાજાએ પણ નવકાર મહામંત્રને અલૌકિક ચમત્કાર સાંભ.
–૨૩