SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ છે તે બને પૂર્વે મારી પત્નીઓ હતી. પૂર્વ ભવમાં પણ પદ્મશ્રી અત્યંત સુશીલા હતી. બુદ્ધિથી તે તે ભવમાં પણ કુશીલા હતી. તેના સ્વભાવને ધિક્કાર છે. તેના દેષને જાણવા છતાં પણ મેં તેને ક્ષમા કરી, પરંતુ જ્યારે તેના અનાચારેને જોયા ત્યારે કે ધમાં આવી મેં તેને મારીને કાઢી મૂકી. પતિવ્રતા પદ્મશ્રીએ એક દિવસ ઉત્તમ રસવતી બનાવીને ગૃહદેવે અને મને ન આપતાં ભિક્ષાને માટે આવેલા જૈન તપસ્વિને અતિ ભક્તિપૂર્વક આહાર આપે. હું મિથ્યાદષ્ટિ હોવાથી અત્યંત ક્રોધમાં આવી ન બોલાય તેવી શબ્દવાળાએથી તેણીને ખૂબ જ બાળી, તેણું અનશન કરી, મરીને આપની પત્ની બની છે. બીજી પણ અપમાનિત બની મરીને તમારી પત્ની બની છે. હું પણ મરીને કુતરા તરીકે અહીં ઉત્પન્ન થયો છું, પૂર્વભવના સંસ્કારથી પદ્મશ્રીને મારી ઉપર અધિક રાગ તથા બુદ્ધિશ્રીને અધિક દ્વેષ થયે છે. પદ્મશ્રીને મુખે નવકારમંત્ર સાંભળી તેના પ્રભાવથી હમણાં હું દેવલક્ષ્મીને ઉપભોગ કરી રહ્યો છું. પશ્રીના પ્રત્યુપકારના માટે જ હું અહીં આવ્યા છું. આપને મેં અહીં સમુદ્રમાં જોયા, દેવદર્શન કઈ વખત પણ નિષ્ફલ જતા નથી, માટે આપ આ ચૌદ અમુલ્ય તિલકને ગ્રહણ કરે, અને આ દિવ્યાભૂષણ પણ જઈને પશ્રીને આપજે, તેમને મારા પ્રણામ કહેશે. આ પ્રમાણે કહીને દેવ અંતર્ધાન થઈ ગયે, “ધન
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy