________________
૩૨૪
સમ્યક્ત્વની પ્રાપ્તિ બાદ ગૃહસ્થ પણ દેવતાને પૂછતા બને છે. વરસાદથી જેમ અગ્નિ બુઝાઈ જાય છે તેમ સમ્યક્ત્વથી અત્યંતર શત્રુઓ સહિત બાહ્ય દ્વેષાદિ શાંત થાય છે. મન્નિકેથી શાકિની, ડાકિની, ભયભીત થાય છે. તેમ વિપત્તિઓ સમ્યક્ત્વધારી આત્માઓથી દૂર ભાગે છે.
સૂર્યોદય થવાથી ઘુવડે અધ બને છે તેમ સમ્યકુત્વની પ્રાપ્તિથી પાપસ્થાનક રૂપ અશુભ ઘુવડે અંધ થાય છે. દેવતાઓ પણ વચનથી બંધાયેલા હોય એવી રીતે સમ્યક્ત્વ દ્રષ્ટિ જેની પાસે આવે છે. જ્ઞાનામૃતથી સમૃદ્ધ અને ચારિત્ર રૂ૫ આમ્રવૃક્ષ સમ્યક્ત્વથી સુશોભિત છે. અને ફલ આપનાર છે. માટે કલ્યાણના ઈછુકેએ સમ્યકુવની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
જેએ ક્ષણિક સુખની પ્રાપ્તિ આપનારી લક્ષ્મીને છેડી સમ્યક્ત્વની આરાધનામાં ચિત્ત લગાડે છે, તેઓ સમ્યક્ત્વના પ્રભાવથી શ્રી સુરરાજની સમાન ઉભય લેકમાં પૂજાય છે.
આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડમાં રત્નના ભંડારસમી રત્નસંચયા નામની મનને આનંદ આપે તેવી મનહર નગરી હતી, તે નગરીમાં પોતાની ભૂજાના બળથી અને પ્રતાપથી અતિ શુરવીર એ “શ્ર” નામને એક પ્રસિદ્ધ રાજા હતે, એક દિવસ જગતને જોવાની ઈચ્છાવાળે રાજા પિતાના મહેલની અગાસીમાં જઈને બેઠે, નગરની શેભા