________________
૩ર૭ ત્યારબાદ તેઓ વિનંતિ કરશે કે હે નાથ! જગતને દુર્લભ એવા સંસાર સમુદ્રને પાર કરવાવાળા તીર્થની પ્રવર્તન આપ કરે, આપ તે બધું જ જાણે છે, પરંતુ હમે બધા આપની આજ્ઞાનું પાલન કરીએ છીએ, તે વારે વ્રત લેવાને ઉત્સુક પ્રભુ ચિંતામણિ રત્નની જેમ એક વર્ષ સુધી વાર્ષિક દાન આપીશ. નગરમાં પડહદ્વારા ઉદ્ઘોષણા કરાવશે કે “જેને જે વસ્તુ જોઈએ તેને તે વસ્તુ આવીને લઈ જવી.”
શકેન્દ્રની આજ્ઞાથી, કુબેરની આજ્ઞાથી, ભકદેવે પ્રભુના મહેલના આંગણામાં સુવર્ણ, રૂપું, મણિના સ્તરે બનાવશે, સૂર્યોદયથી આરંભીને ભેજન સમયસુધી પ્રભુ દરરોજ એક કરોડ અને આઠ લાખ સેનિયાનું દાન આપશે. ધન લેવાના માટે આવેલા કે પ્રભુ દર્શનના પ્રભાવથી સમ્યક્ત્વનું દાન પણ લેતા જશે. ઈન્દ્રનું આસન કંપાયમાન થશે તે વખતે ઇંદ્ર અવધિજ્ઞાનથી પ્રભુનો દીક્ષાકાળ જાણીને પ્રભુ પાસે આવી દીક્ષાભિષેક કરશે, વિલેપન કરશે. દિવ્યાલંકારોથી તેમને વિભૂષિત બનાવી ઈન્ડે બનાવેલી દેવદત્તા નામની પાલખીમાં પ્રભુ બિરાજમાન થશે.
ભક્તિથી નમ્રતાને ધારણ કરતા રાજાઓ તે શિબિકાને ઉડાવશે, અદ્ભૂત શિબિકા જાણે કે મુક્તિ લક્ષ્મીએ મકલાવી ન હોય તેમ તેને તમામ માણસે ઉઠાવવાને માટે ઈચ્છા કરશે, પ્રભુ શિબિકામાં પૂર્વાભિમુખ રાખી સિંહાસન ઉપર બેસશે, ચારે તરફથી જયજય શબ્દોને ઇવનિ થશે,