________________
૩૧૯
જેઓના નામ મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તેયધારા વિચિત્રા, વારિણા અને વહલિકા હશે, માતા સહિત જિનેશ્વરને પ્રણામ કરીને સુગંધિત જલ વડે સુતિકા ઘરને ચારે તરફથી જન પ્રમાણ ભૂમિ શુદ્ધ કરશે, પંચવણ પુષ્પથી પૂજા કરી યશોચિત આસન ઉપર એસી, પ્રભૂના તથા પ્રભૂની માતાના ગુણેની સ્તવના કરશે.
* પૂર્વકથી હાથમાં દર્પણ લઈને નત્તરા, નન્દા, આનન્દા, નન્દિવર્ધના, વિજય, વૈજયન્તી, જયન્તી અપરાજિતા એ આઠ દિકકુમારિકાઓ આવી, નમસ્કાર કરીને તેમના ગુણેની સ્તુતિ કરશે.
દક્ષિણ રૂચકથી પણ હાથમાં પંખા લઈને, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લમીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુધરા, એ આઠ દિકુમારિકાઓ આવી પ્રભુને નમસ્કાર કરીને ગીત ગાશે.
પશ્ચિમ રૂચકથી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાશા, નવમિકા, ભદ્રા, અશોકા એ આઠ દિકકુમારિકાએ હાથમાં વ્યંજન લઈને આવી પ્રભુને નમસ્કાર કરી ગીગાન કરશે.
ઉત્તરરૂચક પર્વતથી હાથમાં ચામર લઈને અલંબુસા, મિત્રકેશી પુંડરિક, વારૂણી, હાસા, સર્વ પ્રભા શ્રી હીં એ આઠ દિકકુમારિકાઓ આવી પ્રશ્ને નમસ્કાર કરીને પ્રભુ તથા તેમની માતાના ગુણેને ગાશે. | વિદિશામાંથી હાથમાં દીપકને લઈસુનેજા, ચિત્રકનકા,