________________
૩૦૫
સંકલેશના કરનારા થશે, મહેમાહે વિવાદ કરશે, અપબ્રાજના કરશે, સંયમથી ભ્રષ્ટ થશે, વિનાશ પામશે, કેટલાક ગારવી, ક્રિયા શિથિલ, કેટલાક અભિમાની થશે, પરસ્પર વાદવિવાદ કરીને બને જગતની દ્રષ્ટિએ સરખા જ દેખાશે, ઝઘડાખર અન્યલીંગીઓથી ઝઘડાની બીકે સુસાધુઓ ગીતાર્થ વચનાનુસારે ચાલશે, પણ તેઓ શુદ્ધ માર્ગની પ્રરૂપણ કરશે નહીં. એ પ્રમાણે પ્રાસાદ સ્થાને રહેલા સુવર્ણ કલશ સમાન શુદ્ધ મુનિઓ પણ પાસસ્થાદિકની સંગત રૂપ ગંદકીથી ખરડાશે ” આ પ્રમાણે આઠે સ્વપ્નનું ફલ સાંભળી પુણ્યપાલ રાજા વૈરાગ્યવંત બની દીક્ષા લઈને કર્મક્ષય કરી મુક્તિએ ગયા.
ભગવંત મહાવીર સ્વામિને શ્રી સુધર્મા સ્વામિએ પૂછયું કે કેવલજ્ઞાનાદિને વિચ્છેદ ક્યારથી થશે ? ત્યારે પ્રભુએ કહ્યું કે તમારા શિષ્ય જંબુસ્વામિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરશે ત્યારબાદ કેવળજ્ઞાનને વિચ્છેદ થશે. કેઈને કેવળજ્ઞાન ભરતક્ષેત્રમાં થશે નહીં, જબુસ્વામિના શિષ્ય પ્રભવ થશે, તેમના શય્યભવ, તેમના યશેભદ્ર, તેમના સંભૂતિવિજય, અને ભદ્રબાહુ બે શિષ્ય થશે, સંભૂતિવિજયના સ્થૂલભદ્ર થશે, તેઓ બધા જ ચૌદ પૂર્વી થશે.
મહાગિરિ, સુહસ્તી આદિથી માંડીને વજસ્વામિ સુધી દશપૂવ થશે, આ પ્રમાણે છેલ્લા દુષ્પસહ સુધી મરું તીર્થ ચાલશે.