________________
ર૭ર
ઉપરથી ઉતરીને વંદન કર્યું. એક શ્રેષ્ટિએ મુનિને વંદના કરતા શ્રી કૃષ્ણને જોયા, તે શેઠ મુનિને પિતાના ઘેર લઈ ગ, મેદિકને આહાર આપે, આહાર લઈને મુનિ પ્રભુની પાસે આવ્યા, હે પ્રભુ! મારા લાભાન્તરાય કર્મને ક્ષય થયે હશે કે? પ્રભુએ કહ્યું કે ના, તમારા લાભાન્તરાય કર્મને નાશ થયે નથી, કૃષ્ણ તમને વંદન કરતા હતા તે જોઈને શ્રેષ્ઠિએ તમને આહાર આપે છે. માટે આ આહાર કૃષ્ણના પ્રભાવથી મળે છે. મુનિએ તે માદકોને પરઠવી, અનશન આદર્યું. અનુક્રમે શુભધ્યાનથી તેઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ
પ્રભુએ વિહારથી દ્વારિકાને અનેક વખતે વિભૂષિત કરી, ત્યાંથી વિહાર કરીને નાનાપ્રકારની ગુફાઓ, સુવર્ણમય શિખરો, હંસ કદમ્બાદિ નાનાપક્ષિઓથી વિભૂતિ સરોવરથી સુશોભિત રૈવતક (ગિરનાર પર્વત ઉપર આવ્યા, અકસ્માત વરસાર થયે, પ્રભુ એ ગુફામાં સમેસર્યા, પ્રભુને નમસ્કાર કરી, સાધ્વી રાજીમતી નગરમાં જતા હતા, વરસાદના કારણથી પાછા વળી રથનેમિવાળી ગુફામાં કોઈ નથી તેમ જાણીને ગયાં, પિતાના ભીજેલા વસ્ત્રો શરીર ઉપરથી કાઢીને સુકાવ્યાં, તેણીને નગ્નાવસ્થામાં જઈને રથનેમિના હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયે, તેણે અત્યંત કરૂણ સ્વરે રામતીને કહ્યું કે હું કામ જવરની પીડાથી મરી રહ્યો છું.
તું તારા બન્ને બાહુમાં મને પકડી બચાવવાની કૃપા