________________
લાગી, લગ્નને દિવસ નજીક આવવાથી શિવાદેવી વિગેરે યદુકુલની રાજરાણીઓએ શ્રી નેમિકુમારને સિંહાસન ઉપર બેસાડી, નાનાદિ કરાવ્યું. શ્રી કૃષ્ણ તથા બલરામે શ્રી નેમિકુમારના હાથમાં મંગલસૂત્ર બાંધ્યું. ઉગ્રસેન રાજાના ઘેર જઈને શ્રી કૃષ્ણ રામતીને પણ અધિવાસિત કરી પાછા પિતાના ઘેર આવ્યા, અને રાત્રિ વ્યતિત કરી.
શું નેમિકમાર મારા ભાવી પતિ થશે? આ ચિન્તાથી રાજીમતીનું મન મુંઝાવા લાગ્યું. સખીઓએ તેને હિંમત આપી, કૃશાંગી હોવા છતાં પણ ચંપાના કુલ સમાન ગૌરાંગી રાજીમતીએ અભૂત શૃંગારની રચના કરી કે જેનાથી કામદેવ પણ ધનુષ્યને છેડી રામતીની સ્પૃહ કરવા લાગે, ચકારાક્ષી રાજીમતી મહેલના ગવાક્ષમાંથી વારંવાર જેવા લાગી, તેનું ચિત્ત શ્રી નેમિકુમારને જેવા માટે અત્યંત અધીર હતું. વાદળાના અંગમાં રમતી વિજળીને જેમ આનંદ થાય છે તેમ શ્રી નેમિકુમારના અંગમાં રમવાની ઈચ્છા રાખતી, રાજીમતી અત્યંત અધીરી બનેલી પદ્મિનીની જેમ નેમિકુમારની સાથે લગ્ન કરવા માટે રાત્રીને જેમતેમ વિતાવતી હતી.
સૂર્યોદય થાય બાદ શ્રીકૃષ્ણ પિતાના મહેલમાંથી આવીને શ્રી નેમિકુમારને લગ્નના માટે શણગારવા લાગ્યા, ગશિર્ષ ચન્દનાદિના લેપથી કાયા સુગંધિત બની ગઈ હતી, શ્રી નેમિકુમારની આરાધના ન કરતા હોય તેવી રીતે અલ કારે, વસ્ત્ર અને પુષે યથાસ્થાને અલંકૃત થઈને બેઠા