________________
૧૮૭
પરાજિત કરી, કૃષ્ણને પણ નિઃશસ્ત્ર બનાવ્યા, શ્રી કૃષ્ણ વિષાદ કરવા લાગ્યા, ત્યાં જમણું આંખ ફરકવા લાગી.
શ્રી કૃષ્ણ બલરામને કહેવા જાય છે. ત્યાં તે આકાશ. માંથી નારદજી આવીને શ્રી કૃષ્ણની સામે ઊભા રહ્યા, વધાઈ આપીને કહ્યું કે આ તો તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે. વિદ્યાઓના બળથી કૌતુક કરે છે. તે વિશ્વવિજેતા વીર ! આપના પુત્ર સિવાય બીજો કેણુ આપની વલલભાનું હરણ કરી શકે ? પુત્રથી પરાજયને પ્રાપ્ત કરે તે વિશિષ્ટ પુણ્યનું ફલ છે. આમ સમજીને શ્રી કૃષ્ણ અત્યંત ખુશી થયા, રુકિમણી સહિત પુત્રને લઈ દ્વારિકા આવ્યા.
પ્રદ્યુમ્નના આગમનને મહોત્સવ મહેલમાં ચાલતે હતે, તે વખતે દુર્યોધને ઉઠી શ્રી કૃષ્ણને વિનંતિ કરી કે મારી પુત્રી અને આપની પુત્રવધુ જેનું કોઈએ અપહરણ કરેલું છે. તેની આપ શોધ કરે કે જેનાથી ભાનુકના લગ્ન થાય, શ્રી કૃષ્ણ કહ્યું કે હું સર્વજ્ઞ નથી, મારે તરતને જન્મેલે પુત્ર કેઈ ઉપાડી ગયું ત્યારે પણ તેની શોધ ન કરી શકે, તે પછી તમારી પુત્રીની શોધ તે કયાંથી કરી શકું. એટલામાં વિદ્યાના બળથી પ્રદ્યુમ્ન દુર્યોધનની પુત્રી અથવા ભાનુકની પત્નીને લાવી શ્રી કૃષ્ણ પાસે મૂકી, ત્યારબાદ ભાનુકની સાથે તેણીના લગ્ન થયા, પ્રદ્યુમ્નની ઈચ્છા નહિ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ ઘણું ખેચર કન્યાઓ સાથે પ્રદ્યુમ્નના લગ્ન કર્યા. રુકિમણું અને શ્રી કૃષ્ણ પ્રધુ. સહિત નારદજીને સત્કાર કરી, નારદજીને વિદાય કર્યા.