________________
૧૭૫
પાદપાગમન વિગેરે જોઈને મારા ચિત્તમાં દુખ પણ થાય છે કુંતીએ પતિ મૃત્યુથી માંડીને પિતાના પૂત્ર સહિત દ્વારિકા આવવા સુધીને વૃત્તાંત કહી બતાવ્યું, મારા પૂત્રે આવતા નહતા છતાં તેઓને સમજાવી અહીં આ લઈ આવી છું; દશાહએ કહ્યું કે રાક્ષસ જેવા દુર્યોધનાદિથી બચીને અમારા ભાગ્યદયથી આપ સર્વે અહીં આવી ગયા છે, આ બધા અમારા માટે પૂજ્ય છે તમે બધા આનંદથી અહી રહેજે.
કુન્તીએ પણ કહ્યું કે આપ સર્વેના સૌજન્ય તથા બળદેવ અને શ્રી કૃષ્ણના લેકે ત્તર ચરિત્રને સાંભળી જવાની ઈચ્છાથી આવી છું, ત્યારબાદ કુન્તી પાંચે પૂત્ર સહિત કૃષ્ણની સભામાં આવી, કૃષ્ણ અને બલરામે ઉઠીને આગળ આવી કુન્તીને નમસ્કાર કર્યા, બલરામ અને કૃષ્ણ પાંડવાની સાથે નાના મોટાને વિવેક રાખી. પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાચિત આસન ઉપર બેઠા, શ્રીકૃષ્ણે કહ્યું કે આપ સર્વે આપના પિતાના ઘેર આવ્યા છે, કારણ કે યદુઓને માટે અને પાંડ માટે સંપત્તિ સરખી અને એક જ છે. યુધિષ્ઠિરે પણ શ્રીકૃષ્ણના ગુણેનું સમચિત વર્ણન કર્યું અને કહ્યું કે આપને પ્રાપ્ત કરી હમે લેકે વિશ્વમાં અધિક બલવાન છીએ.
શ્રી કૃષ્ણ દ્વારિકામાં પાંડને રહેવા માટે અલગ અલગ મહેલે આપ્યા, દશાઓં અનુક્રમે પિતાની કન્યા લક્ષમીવતી, વેરાવત, સુભદ્રા, વિજયા અને રતિ પાંચે