________________
હ
*
*
*
- સૂર્ય. જેવી રીતે કમલિનીની નિદ્રાનું હરણ કરે છે તે પ્રમાણે ઈંદ્ર પ્રભુની માતાને આપેલી અવસ્થાપિની નિદ્રાનું હરણ કર્યું. ત્યારબાદ ઇકે આભિગિક દેવ દ્વારા ઘોષણા કરાવી કે દેવતાઓ, અસુરે, અને મનુષ્યમાંથી કેઈપણું દબુદ્ધિ જે પ્રભુનું અથવા પ્રભુની માતાનું અનિષ્ટ કરશે, અથવા તે સંબંધિને વિચાર પણ કરશે, તે તેના મસ્તકના સાત ટુકડા કરવામાં આવશે, શકના આદેશથી કુબેરે સમુદ્રવિજયના ભવનમાં સુવર્ણ, રત્ન, વસ્ત્રાદિ સમસ્ત અભિલાષિત વસ્તુઓની વૃષ્ટિ કરી, ઈ અંગુઠે મૂકેલા અમૃતનું પાન પ્રભુ કરવા લાગ્યા.
કારણકે જિનેશ્વરદેવ સ્તનપાન કરતા નથી, પાંચ સમિતિની જેમ પાંચ અપ્સરાઓને પ્રભુની ધાત્રીના રૂપમાં મૂકી ઈન્દ્ર નંદીશ્વર દ્વીપ ગયા, ત્યાં શાશ્વત જિનબિંબને ભક્તિપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ કરી, પરમહર્ષિત થયેલા તમામ દે પિતાના સ્થાને ગયા.
અન્યકારને દૂર કરવાવાળા નવીન સૂર્યરૂપ જિનેશ્વરદેવને ઉદય થવાથી ભયભીત બનેલે અજ્ઞાનરૂપી અન્ધકાર ભૂમંડળને ત્યજીને ભાગી ગયે, એટલામાં ઉદયાચલેથી સહઆશુ પ્રકાશિત બન્યા, તે વારે શિવાદેવીએ પવિનીની જેમ પદ્યરૂપ નેત્રને ઉઘાડવાં, દિવ્ય અંગવિલેપન તથા અદ્ભૂત વસ્ત્રોથી વિભૂષિત પુત્રને જે.
પુત્રજન્મથી શિવાદેવીના પરિજન અત્યંત ખૂશી થયા, દેવતાઓથી સૂતીકર્મ થયેલું હોવાથી રાજાને વધામણી આપી,