________________
સુંદરીના ભાગ્યથી લલિતાંગ હમણાં ગજપુર નબરથી વેપાર માટે અહી આ આવેલ છે. દૈવયેાગે તેણીના પ્રત્યે તેને અનુરાગ પણ છે. હે સુમુખિ ! જે કારણથી તમારી સખી અહીં આ રહી છે. તે નવીન સ્ત્રીને પરણી તરત જ લલિતાંગે તેણીને કુવામાં નાખી છે. હું જાઉં છું. અને મારા મિત્રને અમૃત વૃષ્ટિ સમાન આ વાત કહું છું; ગંગે આવી લલિતાંગને સર્વ હકીકત કહી સંભળાવી. શ્રષ્ટિ અનહદ હર્ષિત બન્યા, માયાવી વેશ્યા (લીલાવતી અથવા ઝૈલાકચ સુંદરી)ને ઘેર ગયા, અનહદ રાગાન્ય બનેલેા શ્રેષ્ઠિ તેણીને આળખી પણ ન શકયો, ઐલાકચસુંદરીએ પેાતાની કલા કુશલતાથી લલિતાંગને વધારે વધારે માહુપાશમાં ખાંધ્યા કે સ્વપ્નમાં પણ તેને બીજી શ્રીના વિચાર પણ ન આવ્યેા, ધન દ્વારા ખરીદાયેલા માટા મહેલમાં બન્ને જણા લાંખા સમય સુધી મળેલા દુન્યવી સુખના ઉપયોગ વિલાસ અને વાસનાની તૃપ્તિ માટે કર્યાં.
ત્રૈલેાકચસુંદરી તથા લલિતાંગના અનહદ પ્રેમની જાણે કે ઈર્ષા કરતા હાય તેમ ચતુરિકા અને ગગને પ્રેમ અનહદ વધી ગયેા. અનેક પ્રકારના બહાના નીચે ત્રૈલેાકચ સુંદરીએ લલિતાંગ પાસેથી અનલ ધન ખે'ચવા માંડયુ. સાથે નન્દ, આનન્દ અને સુનન્દ નામના ત્રણ પુત્રાને જન્મ આપ્યું. ત્યારબાદ શ્રેષ્ઠિ પણ મનફાવતા ધનની પ્રાપ્તિ કરીને ત્રૈલેાકચસુંદરી સહિત ત્રણે પુત્રાને લઈ ગજપુર નગર આવ્યે; પ્રવેશના સમયે તેણીએ કહ્યું.