________________
૪૬ કહીશ, પણ હમણાં આપણે કાર્ય કરીએ, શૂર પણ ભાઈની સરસ કથાઓ સાંભળી હદયાત બને.
ખેતરનું કામકાજ પતાવી બન્ને ભાઈઓ સમયસર ઘેર આવી ગયા, સ્વભાવથી દાનધર્મવાળા, શીલ સંયમવાળા, બને ભાઈએ ઘણુ સમય સુધી, એક બીજા પ્રત્યે શાંતિપૂર્વક રહેતા હતા. પિતાના કાર્યમાં રાગવાળા એવા બને ભાઈઓ પ્રત્યે ઈર્ષાવાળી વૃદ્ધાવસ્થાએ વાર્તારહિત બનાવ્યા, વૃદ્ધાવસ્થાથી દાંત ગયા, શરીર જર્જરિત બન્યું છતાં બનેને પ્રેમ અજોડ હતો, યૌવનાવસ્થાને શોધતાં હોય તેમ કમ્મરમાંથી વાંકા વળી ગયા છતાં સ્નેહ સ્થિર હતા.
આખા કુટુંબને ભાર શુરને સુપ્રત કરી, પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, સ્વભાવથી આર્ત અને રૌદ્ર ધ્યાન રહિત, શુદ્ધાશયી “ચન્દ્ર” સમાધિપૂર્વક મરણ પામ્યો, ભાઈને વિરહમાં ઝુરતા અને જોરશોરથી રોતા એવા “શરે બંધુને અગ્નિસંસ્કાર કર્યો, ઘર, ખેતર, ખળાં, આદિમાં પ્રતિદિન ભાઈનું સ્મરણ કરતે શૂર ઘણા સમય સુધી શેક કરે છે. સ્વજનથી પ્રતિબધ પામીને શેક ઓછો થયે, ત્યારે પિતાની પૂર્વ પ્રકૃતિ મુજબ ભાઈને પ્રેમને બદલે ભ્રાતૃપુત્ર પ્રત્યે પ્રેમવંત બન્ય, અનુક્રમે શૂર પણ મૃત્યુ પામ્ય, ચન્દ્ર અને શૂરના મૃત્યુ બાદ નવીન દીપકરૂપ તેના પુત્રએ ઘરને આનંદથી ભર્યું. ઈતિ દામનક કંથા તથા ચંદ્ર-શૂર પ્રથમવાર
* : ઈતિ પ્રથમસર્ગ :